ઇતિહાસના પેપરમાં 1857ની ક્રાંતિ પર પ્રકાશ પડવાનું કહેતા વિદ્યાર્થીએ કરી નાખ્યું કંઈક આવું

  • November 19, 2024 04:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શાળાઓ અને કોલેજોમાં વિવિધ પ્રકારના વિદ્યાર્થીઓ જોવા મળે છે. કેટલાક વિદ્યાર્થીઓ એવા હોય છે જેમને અભ્યાસમાં આપોઆપ રસ પડે છે જ્યારે કેટલાક એવા હોય છે જેઓ પોતાનો અભ્યાસ પૂર્ણ કરવા માટે પ્રયત્નો કરતા હોય છે. આવા વિદ્યાર્થીઓનું હૃદય અને દિમાગ કોઈપણ રીતે અભ્યાસમાં લાગતું નથી પરંતુ પરીક્ષા સમયે તેમની ક્રિએટિવીટી ટોપ પર હોય છે.


એવા જ એક ક્રિએટિવ સ્ટુડન્ટની ટેસ્ટ શીટ હાલમાં ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. જો આ કોપી જોશો તો સમજી લો કે હસ્યા વગર રહી શકશો નહીં. પછી વિચારશો કે આવું મગજ કઈ રીતે ચાલતું હશે અને શા માટે તેઓ તેમના મગજનો ઉપયોગ અભ્યાસમાં નથી કરતા.


આ પોસ્ટમાં જોઈ શકો છો કે એક વિદ્યાર્થીના ઇતિહાસના પેપરની ઉત્તરવહી શેર કરવામાં આવી છે. તેના જવાબથી તેણે માત્ર શિક્ષકોને જ નહીં પણ સોશિયલ મીડિયા યુઝર્સને પણ ચોંકાવી દીધા છે. ઉત્તરવહીમાં જોઈ શકાય છે કે ઈતિહાસની પરીક્ષામાં આપવામાં આવેલ પ્રશ્ન 1857ની ક્રાંતિ પર પ્રકાશ ફેંકવાનો છે. તેના જવાબમાં બાળકે 1857ની ક્રાંતિ લખી છે અને તેની સામે એક ટોર્ચ બનાવી છે. આ ટોર્ચનો સીધો પ્રકાશ 1857ની ક્રાંતિ પર જ પડી રહ્યો છે. આ ઉત્તરવહી જોઈને લોકો પેટ પકડીને હસવા માટે મજબૂર થઈ જાય છે, પરંતુ જરા એ શિક્ષક વિશે વિચારો કે જેમણે તેને ચેક કર્યું હશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News