રાજકોટમાં તસ્કરોને મોકળુ મેદાન મળી ગયું હોય તેમ પોલીસના કોઈપણ પ્રકારના ડર વગર મોટી ચોરીઓના બનાવને અંજામ આપી રહ્યા છે. તાજેતરમાં જ કોઠારીયા રોડ પર ધરમનગરમાં કારખાનામાંથી 60.83 લાખના હીરાની ચોરીના બનાવવાનો હજુ ભેદ ઉકેલાયો નથી ત્યાં વધુ એક મોટી ચોરીનો બનાવ બનવા પામ્યો છે. શહેરના ત્રિકોણબાગ ચોક નજીક આવેલા ટાઇટન વર્લ્ડના શોરૂમમાં વહેલી પરોઢે તસ્કરોએ ત્રાટકી અહીંથી 102 કિમતી ઘડિયાળ અને 4 લાખની રોકડ સહિત રૂપિયા 70 લાખ ની મત્તાનો હાથફેરો કરી ગયા હતા.
બુકાની બાંધેલો એક શખ્સ શટર ઊંચકી અંદર ઘુસ્યો
ચોરીની આ ઘટનાને લઇ સ્થાનિક પોલીસ ઉપરાંત પોલીસ કમિશનર,એડિશનલ સીપી, ડીસીપી, એસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ બનાવ સ્થળે દોડી ગયા હતા. શોરૂમના સીસીટીવી ફૂટે ચકાસતા વહેલી સવારના બુકાની બાંધેલો એક શખ્સ શટર ઊંચકી અંદર ઘુસી ચોરીના બનાવને અંજામ આપતો હોવાનું નજરે પડ્યું હતું. આ શખસ ઉપરાંત અન્ય ચાર શખસો પણ ચોરીમાં સામેલ હોય ચોરી કર્યા બાદ હાથમાં બેગ લઈ પારેવડી ચોક તરફ નાસી ગયા હોવાનું માલુમ પડ્યું છે. ત્યારે આ મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
પોલીસે તપાસ કરતા લાખોની રકમની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું
ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ત્રિકોણબાગ ચોક પાસે ગેસ્ફોર્ડ ટોકીઝ સામે આવેલા ટાઇટન વર્લ્ડ નામના શોરૂમમાં મોટી મત્તાની ચોરીનો બનાવ બનતા એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ આર.જી.બારોટ, પીએસઆઇ કે.એમ. વડનાગરા સહિતનો સ્ટાફ અહીં દોડી ગયો હતો. બીજી તરફ ક્રાઈમ બ્રાન્ચ અને એસોજીની ટીમ પણ અહીં પહોંચી ગઈ હતી પોલીસે તપાસ કરતા લાખોની રકમની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું.
સીપી સહિતના અધિકારીઓ દોડી ગયા
બનાવના પગલે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી ઝોન 2 જગદીશ બાંગરવા, એસીપી ક્રાઈમ બી.બી.બસીયા, એસઓજી પીઆઈ એસ.એમ.જાડેજા સહિતના અધિકારીઓ અહીં દોડી આવ્યા હતા.
70 લાખની મત્તા ચોરી થઈ ગઈ હોવાનું માલુમ પડ્યું
ચોરીની આ ઘટના અંગે વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, શો રૂમ માલિકનું નામ રવિભાઇ ભુપેન્દ્રભાઈ રઘુવંશી છે આજરોજ સવારના સોમવારે 10:00 વાગ્યે શોરૂમના કર્મચારીએ શો રૂમે આવી જોતા અહીં બધો સામાન વેર વિખેર હોય જેથી તુરંત માલિકને જાણ કરી હતી. બાદમાં અહીં આવી તપાસ કરતા શોરૂમમાંથી રૂપિયા ચાર લાખની રોકડ તથા કિંમતી 102 ઘડિયાળ સહિત કુલ રૂપિયા 70 લાખની મત્તા ચોરી થઈ ગઈ હોવાનું માલુમ પડ્યું હતું.
ત્રિકોણબાગ પાસેથી પાંચ શખસો અહીં શોરૂમ પાસે આવ્યા હતા
ચોરીની ઘટનાને લઇ પોલીસે સીસીટીવી ફૂટેજ ચકાસતા ત્રિકોણબાગ પાસેથી પાંચ શખસો અહીં શોરૂમ પાસે આવ્યા હોય જેમાંથી બુકાની બાંધેલા શખસે શટરના હુકને તોડી મરોડી શટર ઊંચકી અંદર ઘૂસી ચોરીના બનાવને અંજામ આપ્યો હોવાનું નજરે પડ્યું હતું. બાદમાં તે બહાર નીકળી અન્ય સાથીદારો સાથે થેલો લઇ પારેવડી ચોક તરફ નાસી ગયા હોવાનું માલુમ પડ્યું હતું. ચોરીની આ ઘટના અંગે શોરૂમ સંચાલક રવિ ભુપેન્દ્રભાઈ રઘુવંશીની ફરિયાદ પરથી એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી ચોરીનો ભેદ ઉકેલવા સ્થાનિક પોલીસ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચ,એસઓજીની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
ત્રિકોણબાગ તરફથી આવ્યા, પારેવડી ચોક તરફ નાસી ગયા
ચોરીની આ ઘટના બાદ પોલીસે સીસીટીવી ફૂટેજ ચકાસતા વહેલી સવારના ૪:૪૬ કલાકે એક શખ્સ કે જેણે મોઢે બુકાની બાંધી હોય તે અંદર આવી ચોરી કર્યાનું માલુમ પડ્યું હતું. બાદમાં પોલીસે શોરૂમ અને આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસતા પાંચ શખસો ત્રિકોણ ભાગ તરફથી અહીં શો રૂમે આવ્યા હોય જેમાંથી એક શખસ અંદર ગયો હતો. તે ચોરી કરી બહાર આવ્યા બાદ હાથમાં થયેલો લઈ આ પાંચેય શખસો પારેવડી તરફ નાસી ગયાનું માલુમ પડ્યું હતું.
શો રૂમમાં છ કર્મચારીઓ કામ કરે છે, કર્મચારીએ જ ચોરીની જાણ કરી
ત્રિકોણબાગ પાસે આવેલા ટાઇટન વર્લ્ડ નામના આ શોરૂમ ના માલિકનું નામ રવિભાઇ ભુપેન્દ્રભાઈ રઘુવંશી છે. શોરૂમમાં છ કર્મચારીઓ કામ કરે છે. આજરોજ સવારના સુમારે 10 વાગ્યે કર્મચારી અહીં આવતા તેણે જ ચોરી થઈ હોવાની માલિકને જાણ કરી હતી.
60.83 લાખની હીરાની ચોરીમાં પોલીસને સગડ મળ્યા નથી ત્યાં વધુ એક પડકાર
ગત તા. 11 ના કોઠારીયા રોડ પર ધરમનગરમાં આવેલા ખોડીયાર ડાયમંડ નામના કારખાનામાંથી રૂપિયા 60.83 લાખના હીરાની ચોરી થઈ હતી. જે અંગે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ચોરીની આ ઘટનાને લઇ સ્થાનિક પોલીસ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. પરંતુ હજુ સુધી તસ્કરના સગડ પોલીસને મળ્યા નથી ત્યાં રાજકોટમાં વધુ એક મોટી ચોરીની ઘટના બનતા તસ્કરોએ રીતસર પોલીસને પડકાર ફેંક્યો હોય તેમ જણાઈ રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationકેજરીવાલે નિકટના પરિવારજનોની હાજરીમાં પુત્રીને પરણાવી
April 19, 2025 10:46 AMરાજકોટ-મુંબઈ-રાજકોટ સુપરફાસ્ટ તેજસ સ્પેશિયલ ત્રિ-સાપ્તાહિક ટ્રેન
April 19, 2025 10:43 AMબાંગ્લાદેશમાં હિન્દુ નેતાનું અપહરણ કરી ક્રૂર હત્યા
April 19, 2025 10:35 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech