જામનગરમાં પંચેશ્વર ટાવર પાસે આવેલ યુનિક મર્કેટાઇલ સોસાયટી નામની પેઢીમાં અનેક રોકાણકારોનાં નાણા ફસાયા છે.આ પેઢીમાં મહદઅંશે કડીયાકામ, સુથારી કામ વગેરે મજૂરી કામ કરતા શ્રમિકોનાં નાણા ફસાયેલા હોય આર્થિક પછાત વર્ગનાં પગ પર પાટુ પડ્યું છે.
આર્થિક રીતે નબળા વર્ગનાં રોકાણકારોની મરણમૂડી જેવી બચતનાં કરોડો રૂપિયા ફસાતા તેઓ પેઢીની પંચેશ્વર ટાવર પાસે આવેલ ઓફિસે ધક્કા ખાઇ રહ્યા છે, પરંતુ તેમને માત્રા ઠાલા આશ્વાસનો આપવામાં આવતા હતા. છેલ્લા દોઢ મહિનાથી ઓફિસ સતત બંધ રહેતી હોવાની વાત રોકાણકારોમાં વહેતી થતા તમામનાં શ્વાસ અધ્ધર થઈ ગયા છે અને આખરે તેઓ આંદોલનનાં માર્ગ તરફ વળ્યા છે.
કેટલાક એજન્ટ તરીકે કામ કરતા લોકો પણ પેઢીનાં કૌભાંડમાં પોતે પણ ફસાયા હોવાનો સૂર આલાપી રહ્યા છે. પીડીતો દ્વારા આ મુદ્દે તપાસ કરી પેઢી વિરૂદ્ધ પગલા લઇ રોકાણકારોનાં નાણા પરત મળે એ માટે કલેક્ટર ભાવિન પંડ્યા તથા જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationબાંગ્લાદેશમાં હિંદુઓ પર હિંસાનો વધુ પડતો પ્રચાર કરાયો: યુનુસનો આરોપ
November 18, 2024 11:08 AMપોરબંદરના સખી ક્લબ દ્વારા સ્નેહમિલન યોજાયું
November 18, 2024 11:07 AMદિલ્હીમાં પ્રદૂષણ બેકાબુ: AQI ૧૧૮૫: ભારે વાહનો પર પ્રતિબંધ
November 18, 2024 11:06 AMમાતા-પિતા વિહોણી 16 દીકરીઓના જાજરમાન સમુહલગ્ન યોજાયા
November 18, 2024 11:04 AMટ્રમ્પ ૨.૦ના ટેરિફ વોરના ભયને કારણે ભારતમાં શરૂ થઇ ગઈ નેગેટીવ અસરો
November 18, 2024 11:01 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech