રાજકોટ શહેરમાં ગત સાંજે દોઢ કલાકમાં ધોધમાર દોઢ ઇંચ વરસાદ વરસી જતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ ગઈ હતી. મોટી ટાંકી ચોક નજીકના ગવલીવાડ વિસ્તારમાં ઘરોમાં પાણી ઘુસી ગયા હતા. વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાના સંપૂર્ણ અભાવના કારણે આવી સ્થિતિ સર્જાઈ હતી. સામાન્ય રીતે રાજકોટમાં તા.૧૫ જુનથી વરસાદ આવે છે પરંતુ આ વર્ષે એક મહિનો વહેલા તા.૧૫ મેના રોજ માવઠું વરસતા મહાપાલિકા તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં ઘોરતું ઝડપાયું હતું. મેઘરાજાએ મહાપાલિકા તંત્રના પ્રિમોન્સૂન પ્લાનની પોલ નાખી હતી અને ઘોર બેદરકારી સામે આવી હતી.
પશ્ચિમ રાજકોટમાં સૌથી વધુ વરસાદ પડ્યો
વિશેષમાં રાજકોટ મહાપાલિકાના ફાયર બ્રિગેડ કન્ટ્રોલ રૂમના સૂત્રોના જણાવ્યા મુજબ ગત સાંજે ૬-૦૦થી ૭-૩૦ કલાક દરમિયાનની દોઢ કલાકમાં પશ્ચિમ રાજકોટમાં સૌથી વધુ દોઢ ઇંચ (૩૯ મીમી), જુના રાજકોટમાં એક ઇંચ (૨૬ મીમી) તેમજ પૂર્વ રાજકોટમાં ઉપલાકાંઠે એક ઇંચ (૨૭ મીમી) વરસાદ નોંધાયો હતો. પ્રહલાદ પ્લોટ વિસ્તારમાં એક વૃક્ષ ધરાશાયી થયાની ફરિયાદ મળી હતી જે તાત્કાલિક સ્થળ ઉપરથી દૂર કરીને રસ્તો ક્લિયર કરાયો હતો.
અનેક રહીશોની ઘરવખરી તણાઈ ગઈ હતી
મોટી ટાંકી ચોક નજીકના ગવલીવાડ વિસ્તારમાં વોંકળાનું પાણી ઘરોમાં ફરી વળ્યું હતું, અનેક રહીશોની ઘરવખરી તણાઈ ગઈ હતી, અહીં મહાપાલિકા દ્વારા વોંકળાનું કામ ચાલી રહ્યું હોય તે અંતર્ગત દૂર કરાયેલા વૃક્ષો તેમજ કન્સ્ટ્રકશન વેસ્ટ પણ વોંકળામાં જ ફેંકી દેવાયા હોય ધોધમાર વરસાદ બાદ આવેલું ધસમસતું પાણી પસાર નહીં થઇ શકતા વહેણ ડાયવર્ટ થયું હતું અને તેથી ઘરોમાં પાણી ફરી વળ્યાં હતા તેમ જાણવા મળે છે.
ચોમેર રસ્તાઓ ઉપર પાણી ભરાયા હતા
રાજકોટના મોટાભાગના વોંકળાઓમાં બેફામ ગેરકાયદે બાંધકામો થઇ ગયા હોય પાણી નીકળવાનો રસ્તો નહીં રહેતા ચોમેર રસ્તાઓ ઉપર પાણી ભરાયા હતા. ખાસ કરીને એસ્ટ્રોન નાલે ગોઠણબુડ તેમજ પોપટપરાના નાલે કેડ સમાણા પાણી ભરાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application17 મે ની પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન રદ
May 16, 2025 12:24 PMલાલપુરના નાંદુરી સીમમાં ખેડુત વૃઘ્ધનું ઢીમ ઢાળી દીધુ
May 16, 2025 12:18 PMસિકકામાં શ્રમિક યુવાનને ધોકા-ઢીકાપાટુ વડે માર માર્યો
May 16, 2025 12:16 PMઅપહરણના કેસમાં ભોગ બનનાર તથા આરોપીને રાજસ્થાનથી શોધી કાઢતી જામનગર પોલીસ
May 16, 2025 12:13 PMરંગમતી નદીને ફરી રાજાશાહી કાળમાં લઇ જવાનો માસ્ટર પ્લાન
May 16, 2025 12:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech