અપહરણના કેસમાં ભોગ બનનાર તથા આરોપીને રાજસ્થાનથી શોધી કાઢતી જામનગર પોલીસ

  • May 16, 2025 12:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર  જીલ્લામાં અપહરણમાં ભોગ બનનાર તથા આરોપીઓને શોધી કાઢી અસરકારક કામગીરી કરવા જરૂરી સુચના આપેલ હોય જે સુચના મુજબ  જામનગર ના પંચકોશી ' બી '.ડીવીઝન પોલીસ સ્ટેશન માં નોંધાયેલા અપહરણના ગુનામાં ભોગ બનનાર અને આરોપી ને જામનગર પોલીસે રાજસ્થાન માંથી શોધી કાઢ્યા છે. અને જામનગર લાવ્યા છે. 

જામનગર જિલ્લાના એક ગામમાંથી સગીરાને અપહરણ કરીને લઈ જવા અંગેનો ગુનો પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. પંચકોષી બી ડીવી. પો.સ્ટે. ના. પોલીસ ઇન્સ્પેક્ટર વી જે રાઠોડ તથા સર્વેલન્સ  સ્ટાફ ના માણસો  ભોગ બનનાર તથા આરોપીને શોધી કાઢવા કાર્યરત હતા. તે દરમ્યાન ટેકનીકલ સોર્સ તથા ખાનગી રાહે ભોગ બનનાર તથા આરોપી હાલ બાલોતરા (રાજસ્થાન) માં  હોવાની હકીકત મળતા સર્વેલન્સ સ્કોડ હરકતમાં આવી હતી.અને  તુરંત જ ભોગ બનનારના માતા તથા ભાઇ ને સાથે લઈ ને  બાલોત્રા (રાજસ્થાન ) પહોચી જઇ તપાસ કરતા ગુન્હાના ભોગ બનનાર સગીરા અને  અપહરણ કરી જનાર આરોપી હાર્દિક ઉર્ફે ટકો રમેશભાઇ મકવાણા( ઉવ.૨૩ રહે. ગુલાબનગર જામનગર ) સાથે બાલોતરા રાજ્ય-રાજસ્થાન  થી મળી આવતા ભોગ બનનારને તેમના માતા તથા ભાઈ સાથે અત્રે જામનગર માં પરત લઇ આવી ભોગ બનનારને તેમના પિતા ને સોપી આપેલ છે .અને આરોપી વિરુધ્ધ આગળની ઘટીત કાર્યવાહી કરવા તજવીજ શરૂ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application