જામનગર શહેરમાં પોલીસે ચલણી નોટો ના નંબર પર જુગાર રમવા અંગે તેમ જ વરલી મટકા ના જુગાર અંગે જુદા જુદા બે સ્થળે દરોડા પાડ્યા છે, અને ત્રણ શખ્સોની અટકાયત કરી છે.
જામનગરમાં જુગાર અંગેનો પ્રથમ દરોડો બેડી વિસ્તારમાં પૂલ નીચે પાડવામાં આવ્યો હતો. જ્યાં જાહેરમાં ચલણી નોટો ના નંબર ઉપર એકી-બેકીનો જુગાર રમી રહેલા હાજી જુમાભાઇ મતવા અને ધર્મેન્દ્રસિંહ ભીખુભા પરમાર નામના રીક્ષા ચાલકની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા ૪૯૦ ની રોકડ રકમ કબજે કરી છે.
જામનગરમાં જુગાર અંગેનો બીજો દરોડો લીમડા લાઈન વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો. જ્યાં જાહેરમાં વરલી મટકાના આંકડા લખી પૈસાની હારજીત કરી રહેલા હુસેનમીયા ઈબ્રાહીમ મિયા કાદરી નામના રીક્ષાચાલકની અટકાયત કરી લઈ તેની પાસેથી રૂપિયા ૧,૦૯૦ ની રોકડ રકમ અને વરલી મટકા ના જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.
***
ઓખામાં બે વર્લી પ્રેમી ઝડપાયા
ઓખા મંડળના મીઠાપુર તાબેના ઉદ્યોગનગર વિસ્તારમાં રહેતા ફૈઝલ હનીફ ખાન નામના ૩૦ વર્ષના શખ્સને પોલીસે જાહેરમાં વરલી મટકાનો જુગાર રમતા ઝડપી લીધો હતો. ઓખાના બર્માસલ ક્વાર્ટર વિસ્તારમાં રહેતા સહદેવસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા નામના શખ્સને પણ પોલીસે વરલી મટકાનો જુગાર રમતા ઝડપી લીધો હતો.
***
જામનગર શહેરમાં એકી બેકીનો જુગાર
જામનગરમાં બેડી વિસ્તારમાં પૂલ નીચે જાહેરમાં ચલણી નોટોના નંબર ઉપર એકી-બેકીનો જુગાર રમી રહેલા એકડેએક બાપુ વિસ્તારમાં રહેતા હાજી જુમાભાઇ ખુરેશી અને રામનગરના ધર્મેન્દ્રસિંહ ભીખુભા પરમાર નામના રીક્ષા ચાલકની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા ૪૯૦ની રોકડ રકમ કબજે કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઅમેરિકામાં પકડાયો મોસ્ટ વોન્ટેડ હેપ્પી પાસિયા, પંજાબમાં 14 આતંકવાદી ઘટનાઓનો આરોપી
April 18, 2025 12:05 AMSIP કે સુકન્યા સમૃદ્ધિ યોજના, બાળકના સારા ભવિષ્ય માટે ક્યાં કરશો રોકાણ; જુઓ પૂરી ગણતરી
April 17, 2025 07:44 PMગુજરાતમાં ગરમીનો પ્રકોપ: રાજકોટ સૌથી ગરમ શહેર, અમદાવાદ સહિત ચાર શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર
April 17, 2025 07:31 PM21મી એપ્રિલથી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, સરકારની જાહેરાત
April 17, 2025 07:30 PM32 દિવસ બાદ વ્યાયામ શિક્ષકોનું આંદોલન સમેટાયું, સરકાર સાથે સમાધાન
April 17, 2025 07:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech