ઝાંખરથી વાડીનાર જવાના માર્ગ પર પુલિયુ અત્યંત ક્ષતિગ્રસ્ત

  • July 22, 2024 11:38 AM 

રાજકોટ વાડીનાર નેશનલ હાઇવે પર ઝાંખર પાટિયાથી વાડીનાર જવાના રસ્તે પાટયેથી અડધો કિલોમીટર અંદર જતા પુલિયા પર મસમોટા ખાડા પડી ગયા છે હજુ તો બે દિવસથી વરસાદ ચાલુ થયો  છે અને સરખો વરસાદ પણ નથી પડયો એટલી વારમાં તો પ્રુલિયાની પોલ ખુલી ગઇ છે. આ પુલિયા 10 વાર રિપેર કરવામાં આવ્યું છે. છતાં તંત્ર દ્વારા પુલિયાનું કામ કરવામાં આવે છે. તેમજ નેશનલ હાઇવે હોવાથી ચોવીસ કલાક ધમધમતા રોડ પર વારંવાર પુલિયામાં બે છાંટા પડતા ખાડા પડી ગયેલ છે. ત્યાંથી નીકળવું ખુબ જ મુશ્કેલ છે. તેમજ સામેથી વાહન આવે તો બીજી ગાડીને 100 થી 150 મીટર દુર રહેવું પડે છે. તેમજ ખાડાના હિસાબે ગાડીઓમાં નુકશાન પણ થાય છે, તેની જવાબદારી કોની...? વારંવાર પુલિયામાં ખાડા પડી જાય છે. પણ તંત્ર દ્વારા સરખુ કામ કરવામાં આવતું નથી ખટારા સહિતનાં ભારે વાહનો માંડ માંડ પસાર થઇ શકે છે. અને એક તરફ નમી જવાથી પલ્ટી ખાઇ જવાની દહેશત રહે છે. કયારેક ખાડામાં વાહન ફસાઇ જાય તો ટ્રાફીક થઇ જાય છે. અને ખાડાના બ:ધ પુરવાના કામ નબળા થયા હોવાની પણ ફરીયાદ ઉઠવા પામી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News