જામનગર મહાનગરપાલિકા દ્વારા એક તરફ વૃક્ષારોપણ અભિયાન કરે છે, જયારે રણજીતસાગર ઉદ્યાન પરિસરમાં આવેલા વિશાળ વડલાને કાપી નાખતાં અનેક પર્યાવરણ પ્રેમીઓમાં ઉગ્ર રોષ
જામનગર મહાનગરપાલિકા દ્વારા એક તરફ વૃક્ષારોપણ ની પ્રવૃતિને વેગવંતી બનાવવા અને વૃક્ષોનું જતન કરવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે, અને શહેરની જુદી જુદી એનજીઓ સંસ્થાઓ સાથે મીટીંગ યોજાઈ રહી છે, ત્યારે મહાનગરપાલિકા સંચાલિત ઉદ્યાનમાં જ વૃક્ષનું સરેઆમ નિકંદન કાઢવામાં આવ્યા નું સામે આવતાં પર્યાવરણ પ્રેમીઓમાં કચવાટ જોવા મળી રહ્યો છે.
જામનગરના રણજીત સાગર ઉદ્યાનમાં આવેલો કે વર્ષો પુરાણો ઘેઘૂર વડલો, કે જેનું આજે નિકંદન કાઢવામાં આવ્યું હતું. કોઈ વ્યક્તિ દ્વારા વર્ષો પુરાણા વડલાને કટર જેવા હથિયારો થી કાપી નાખવામાં આવ્યો હતો. જે નિહાળીને અનેક પર્યાવરણ પ્રેમીઓમાં રોષ પ્રગટ થયો છે, અને વૃક્ષોનો જતન કરવાની જવાબદારી ઉઠાવનાર મહાનગરપાલિકાના તંત્ર હસ્તકના ઉદ્યાનમાં જ વડલાનું નિકંદન નીકળેલું જોઈને પર્યાવરણ પ્રેમીઓમાં નારાજગી જોવા મળી રહી છે.
આ ઘેઘૂર વડલો ચોમાસાની સિઝનમાં તૂટી પડ્યો છે, કે કોઈ વ્યક્તિ દ્વારા વડલાનું નિકંદન કાઢવામાં આવ્યું છે, જે મામલે મહાનગરપાલિકાના તંત્ર દ્વારા તપાસ થવી અત્યંત જરૂરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationતાવડે પછી શિંદે જૂથના નેતાનું રોકડ કૌભાંડ! સંજય નિરુપમની કારમાંથી મળી આવ્યા કરોડો રૂપિયા
November 20, 2024 08:49 AMલાંચ કેસમાં FCI રાજકોટના અધિકારી સહિત બેને 3 વર્ષની સજા
November 19, 2024 11:41 PMહેલ્મેટ ફરજિયાત! યુનિવર્સિટીઓમાં દ્વિચક્રી વાહન ચાલકો માટે ડીજીપીનું ફરમાન
November 19, 2024 10:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech