સુદર્શન સેતુના છેડેથી બેટ સુધી ભારે વાહન તથા ખાનગી બસોની અવરજવર પર પ્રતિબંધ

  • October 26, 2024 12:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આગામી દિવાળીના તહેવાર દરમિયાન દ્વારકા શહેરમાં ટ્રાફીક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ તા. 26 થી તા. 3 નવેમ્બર સુધી સુદર્શન સેતુના ઓખા તરફ આવેલા છેડેથી બેટમાં દ્વારકાધીશ મંદીર સુધી ભારે વાહન, ટ્રક તથા ખાનગી બસોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જેમાં કલેકટર કચેરી અથવા જિલ્લા પોલીસ વડા કચેરી દ્વારા પરવાનગી અપાયેલા વાહનો તથા કાયદો અને વ્યવસ્થાની જાળવણીની કામગીરી સાથે સંકળાયેલા સરકારી વાહનોને તેમજ ઇમરજન્સી વાહનોને આ જાહેરનામું લાગુ પડશે નહિં. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે તેમ વધુમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application