કાલથી શરૂ થનાર પવિત્ર રમઝાન માસમાં ટ્રાફીક વ્યવસ્થા અંગે રજૂઆત

  • February 28, 2025 05:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આવતીકાલથી પવિત્ર રમઝાન માસનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે ખાસ કરીને જામનગરના દરબારગઢ વિસ્તારમાં સામાન્ય દિવસોમાં પણ ટ્રાફીક સમસ્યા રહેતી હોય છે ત્યારે રમઝાન માસમાં ટ્રાફીકની સમસ્યા હળવી થાય તે માટે જામનગરના જાગૃત નાગરિક દાઉદભાઇ એસ. શમાએ જિલ્લા કલેકટરને પત્ર પાઠવી રજૂઆત કરી છે. 


વિસ્તૃત પત્રમાં જણાવ્યું છે કે આવતીકાલ તા.૧-૩-૨૦૨૫થી પવિત્ર રમઝાન માસ શ થઇ રહ્યો છે ત્યારે દરબારગઢ વિસ્તાર કે જે સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં કંટ્રોલમાં આવતો હોય, આ વિસ્તારમાં રોજબરોજ ટ્રાફીકનું ગંભીર સંવેદનશીલ અને અનિવાર્ય સમસ્યા ઉભી થાય છે ત્યારે પંચહાટડી વિસ્તારમાં વધુ વસ્તી ધરાવતો મુસ્લીમ સમુદાય વસવાટ કરે છે આ વિસ્તારમાં ખાસ કરીને સાંજના પાંચ વાગ્યા પછી માનવ મહેરામણ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ખરીદ કરવા માટે નીકળે છે તેવા સંજોગોમાં ટ્રાફીકની વિકરાળ સમસ્યા સર્જાય છે.


આ વિસ્તારમાં ટ્રાફીક અવ્યવસ્થા નિવારવા માટે ભારેખમ વાહનો જેવા કે મોટા ટ્રક, ખાનગી બસો, એસ.ટી. વિભાગમાં ચાલતી બસો, વાહનવ્યવહારને અન્ય સ્થળે ડાયવર્ઝન કરવા અંગેનું જાહેરનામુ બહાર પાડવા રમઝાન માસ માટે અનુરોધ કર્યો છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application