ભાણવડના બરડા ડુંગરમાં દેશી દારુના અડ્ડા પર પોલીસની તવાઇ

  • March 01, 2024 01:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આથાનો જંગી જથ્થો અને ભઠ્ઠીના સાધનો કબ્જે

દેવભુમી દ્વારકા જીલ્લા એલસીબીએ ભાણવડ નજીક બરડા ડુંગરમાં દેશી દારુના અડા પર ધોષ બોલાવી આથાનો જંગી જથ્થો અને દારુ બનાવવાના સાધનો કબ્જે કર્યા હતા, જો કે આરોપી ફરાર થઇ જતા તેની સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
ભાણવડ નજીક બરડા ડુંગરમાં ધામણીનેશ, વાગડીયા નેશ સહિતમાં દેશી દારુની ભઠ્ઠી ધમધમતી હોવાની પોલીસને બાતમી મળી હતી જેથી જીલ્લા પોલીસની ત્રણેક ટીમોએ ડુંગરમાં પહોચી કોમ્બીંગ હાથ ધર્યુ હતું જે દરમ્યાન નેશ વિસ્તારમાંથી દારુ બનાવવાનો આથો ૮૦૦ લીટર, તેમજ ૧૮૦ લીટર દારુ મળી કુલ ૫૨૦૦નો મુદામાલ કબ્જે કર્યો હતો.
જો કે આ સ્થળેથી આરોપી ભુદા રાજા રબારી નાશી છુટયો હતો વધુમા પોલીસે આ જ નેશમાં પણ દારુ અંગે દરોડો પાડતા તે સ્થળેથી ૧૦૦૦ લીટર આથો મળી કુલ રુા. ૨૦૦૦નો મુદામાલ ઝડપી પાડયો હતો, આ સ્થળે આરોપી પીરા ગલ્લા રબારીી નાશી છુટતા તેને ફરાર જાહેર કરી પોલીસે શોધખોળ કરી છે.
દારુની કાર્યવાહીમાં એલસીબીના એસ.એમ. ચૌહાણ, ઇન્ચાર્જ પી.સી. સીંગરખીયા, સ્ટાફના ઇરફાનભાઇ ખીરા, જે.બ. જાડેજા, નિલેશભાઇ કારેણા, વિપુલભાઇ હેરભા, મસરીભાઇ ભારવાડીયા સહીતના જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application