પીપર ગામના કારખાનેદાર પાસેથી ૩૦ ટકા જેટલું રાક્ષસી વ્યાજ વસૂલનાર નિકાવાના વેપારી સામે પોલીસ ફરિયાદ

  • July 01, 2024 12:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૩૦ ટકા લેખે વ્યાજે લીધેલી રૂપિયા ૧.૫૫ લાખની રકમ પરત કરી દીધા બાદ વધુ ત્રણ લાખ વ્યાજ માંગ્યાની પોલીસ ફરિયાદ


જામનગર તા ૩૦, જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના પીપર ગામમાં રહેતા અને રાજકોટ નજીક શાપરમાં કારખાનું ધરાવતા એક કારખાનેદારે કાલાવડ તાલુકાના નિકાવા ગામના એક કરિયાણા ના વેપારી પાસેથી ૧ લાખ ૫૫ હજારની રકમ ૩૦ ટકા લેખે વ્યાજે લીધા પછી મુદ્દલ રકમ પરત કરી દેવા છતાં વધુ ત્રણ લાખનું વ્યાજની માંગણી કર્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ચકચાર જાગી છે.


આ ફરિયાદના બનાવની વિગત એવી છે કે મૂળ રાજકોટના વતની અને હાલ કાલાવડ તાલુકાના પીપર ગામમાં રહેતા અને શાપર વેરાવળમાં કારખાનું ધરાવતા ચિરાગ વલ્લભભાઈ ઘોડાસર નામના કારખાને જાહેર કર્યા અનુસાર પોતાના ધંધાની જરૂરિયાત માટે ફેબ્રુઆરી ૨૦૨૪ ની સાલમાં કાલાવડના નિકાવા ગામમાં રહેતા અને અનાજ કરિયાણાની દુકાન ચલાવતા અમિતભાઈ ભાયાણી પાસેથી ૧,૫૫૦૦૦ ૩૦ ટકા લેખે વ્યાજે લીધા હતા. જેન થોડો સમય માટે પ્રતિદિન ૧૪,૫૦૦ રૂપિયા લેખે વ્યાજ ચૂકવ્એ રાખ્યું હતું. પરંતુ પાછળથી ધંધામાં ખોટી જતાં વ્યાજ દેવાનું બંધ કર્યું હતું, અને તેની મુદ્દલ રકમ ૧,૫૫,૫૦૦ રોકડા ચૂકવી આપ્યા હતા. તેમ છતાં 4કરિયાણાના વેપારી દ્વારા હજુ ત્રણ લાખ રૂપિયા નું વ્યાજ ચૂકવવાનું બાકી છે, તેમ કહી પઠાણી ઉઘરાણી કરી ધમકી આપતા હતા.


જેથી આખરે મામલો કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકપમાન લઈ જવાયો હતો જયાં ચિરાગભાઈ ઘોડાસરાની ફરિયાદ ના આધારે નાણાં ધીરધાર કરી વ્યાજ વસૂલનાર કરિયાણાના વેપારી નીકાવા ગામના અમિતભાઈ  ભાયાણીની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં પોલીસે આઈપીસી કલમ ૩૮૪,૫૦૪,૫૦૬-૨, તેમજ મની લોન્ડરિંગ કલમ ૫,૩૯,૪૦ અને ૪૨ મુજબ ગુન્હો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application