ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ખેડૂતોને થતી સમસ્યાઓ નિવારવા કેબીનેટ મંત્રીને રજૂઆત

  • November 20, 2024 10:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જિલ્લા પ્રમુખ વશરામભાઇ રાઠોડ દ્વારા ખેડૂતોના પ્રશ્ર્ન નિવારવા ઉગ્ર આંદોલનની ચીમકી



આમ આદમી પાર્ટી જામનગર જિલ્લા પ્રમુખ વશરામભાઈ રાઠોડ દ્વારા કેબીનેટમંત્રી, કૃષીમંત્રી રાઘવજીભાઈ પટેલને ખેડૂતોના ટેકાના ભાવે મગફળી ખરીદીમાં થતી સમસ્યાઓ નિવારવા રજુઆત કરતા પત્રમાં જણાવ્યું છે કે ટેકાના ભાવે અત્યારે ખેડૂતોની મગફળી ખરીદવામાં આવી રહી છે તેમાં જામનગર હાપા યાર્ડ ખાતે ટેકાના ભાવે ખરીદ કેન્દ્રની મુલાકાત લેતા ધ્યાનમાં આવેલ સમસ્યાઓ ખેડૂતોને થય રહી છે.


જેમ કે, (1) જે ખેડૂતની મગફળીનો ઉતારો નિયમ મુજબ પુરતો આવતો હોઈ પરંતુ તે મગફળી બારદાનમાં 35 કિલો ન સમાતી હોઈ તેથી ખેડૂતની તે મગફળી પરત મોકલવામાં આવે છે તેમાં તાત્કાલિક આદેશ કરી 30 કિલોની ભરતીમાં પણ સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી કરવી જોઈએ. (2) જે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કર્યું હોઈ અને જયારે તેમનો વારો આવે ત્યારે ખરીદ કેન્દ્ર દ્વારા 2 દિવસ અગાઉ જાણ કે એસએમએસ (ટેલીફોનીક સંદેશો) કરવો જોઈએ જેથી ખેડૂત પોતાની મગફળીને ખરીદ કેન્દ્ર સુધી પહોચાડવા ભારદાનની તથા વાહનની વ્યવસ્થા કરી શકે. તેમજ (3) હાલમાં જે ટેકાના ભાવે મગફળી ખરીદ કરવા ખરીદ કેન્દ્રને પ્લેટફોર્મ ફાળવવામાં આવ્યું છે તે બહુ નાનું છે અને સામે રજીસ્ટ્રેશન થયેલ ખેડૂતોની સંખ્યા માત્ર જામનગર તાલુકા વિસ્તારમાં અંદાજીત 9000 જેટલા ખેડૂતોએ આજ સુધી નોંધાયેલ છે. ખરીદ કેન્દ્ર દ્વારા દરરોજ માત્ર 25 થી 30 જેવા ખેડૂતોની જ મગફળી ખરીદ થય સકે છે તેથી જો ખરીદ કેન્દ્ર માટે યોગ્ય મોટી જગ્યાની ફાળવણી યાર્ડ દ્વારા કરવામાં આવે કારણકે હાલમાં ખેડૂતોને જે મગફળી ઉતારવા માટે જે પ્લેટફોર્મ ફાળવવામાં આવ્યું છે તે ઊંચું હોવાથી ખેડૂતો વાહનમાં ખુલી મગફળી લાવી સકતા નથી અને બારદાન ખરીદવા પડે છે અને વધારે મજુરી આપવી પડે છે તેથી વધારાના 1 મણે 8 થી 10 રૂપ્યાનું વધારાનું ભારણ રૂપી ખર્ચ કરવો પડે છે તે બચાવી સકાય. (4) ઘણા બધા ખેડૂત જયારે પોતાની મગફળી યાર્ડ ખાતે ટેકાના ભાવે વહેચવા આવે છે ત્યારે તેમની મગફળીમાં સામાન્ય રજ કે થોડી માટી પણ જો ચોંટી હોઈ તો તે મગફળી રીજેક્ટ કરવામાં આવે છે તે માનવતાની રૂહે ખરેખર ખરીદ કરવી જોઈએ.અને (5) હાલમાં જે નવુ પોર્ટલ ખરીદ કરવા માટે નિયત કરવામાં આવ્યું છે તે સાંજે 5 વાગ્યે સર્વર ડાઉન થઈ જતા વ્યસ્થાઓમાં ઘણી બધી સમસ્યાઓ થઇ રહી છે તેથી યોગ્ય વ્યવસ્થા કરવા આમ આદમી પાર્ટીના જામનગર જિલ્લા પ્રમુખ વશરામભાઈ રાઠોડ દ્વારા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને રજુઆત કરતા પત્રમાં જણાવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application