ખંભાળિયામાં સતવારા જ્ઞાતિની નવી વાડી પાસેથી પોલીસે ખોડીયાર ચોકના રહીશ કિશન કાનજી બગડા (ઉ.વ. ૧૯) ને તેમજ અત્રે આશાપુરા ચોક વિસ્તારમાંથી ચોખંડા-બજાણા રોડ વિસ્તારના રહીશ રવિ અશોક ઘેડિયા (ઉ.વ. ૨૫) ને મીઠાપુરના સુરજકરાડીની સોની બજાર ખાતેથી મોજપ ગામના નંઢાભા સાવજાભા કુંભાણીને તેમજ ઓખામાં કનકાઈ જેટી પાસેથી અજય ભુપત વાળા (ઉ.વ. ૩૯) ને તાળા તપાસતા તથા શંકાસ્પદ હાલતમાં પોલીસે ઝડપી લઈને જરૂરી કાર્યવાહી કરી હતી.
ભાણવડમાં હાઈસ્કુલ ચોક ખાતેથી પોલીસે પોરબંદર તાલુકાના સીમર ગામના રહીશ રણજીત રામ કારાવદરા નામના ૩૦ વર્ષના શખ્સને કેફી પીણું પીધેલી હાલતમાં રૂપિયા એક લાખની કિંમતની સ્વીફ્ટ મોટરકાર ચલાવતા ઝડપી લઇ, ગુનો નોંધ્યો હતો.
દ્વારકાના રૂપેણબંદર વિસ્તારમાંથી પોલીસે તોસિફ ગફુર ભેસલીયા નામના અઢાર વર્ષના શખ્સને છરી સાથે નીકળતા પોલીસે ઝડપી લઈ, મોટરસાયકલ અને મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા ૨૫,૦૨૦ નો મુદ્દા માલ કબજે કર્યો છે. આ જ વિસ્તારના દાઉદ ઓસમાણ ભેસલીયા (ઉ.વ. ૪૮) ને પોલીસે છરી સાથે ઝડપી લઈ, જી.પી. એક્ટ ની કલમ ૧૩૫ (૧) હેઠળ કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઅઝરબૈજાન વિમાન ક્રેશ માટે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને માંગી માફી, 38 લોકોએ જીવ ગુમાવ્યા
December 28, 2024 11:00 PMઅઝરબૈજાન વિમાન ક્રેશ માટે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને માંગી માફી, 38 લોકોએ જીવ ગુમાવ્યા
December 28, 2024 11:00 PMજામનગરઃ આ વર્ષે ખેલ મહાકુંભમાં ગત વર્ષ કરતા વધુ રજીસ્ટ્રેશન થયા
December 28, 2024 06:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech