લાલપુરમાં વિદ્યાર્થીઓ દ્વારા પ્રાંતને આવેદનપત્ર

  • August 05, 2024 11:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લાલપુરમાં સ્પધર્ત્મિક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, આ આવેદનપત્રમાં જણાવવામાં આવ્‌યું હતું કે, સ્પધર્ત્મિક પરીક્ષામાંથી સીબીઆરટી પઘ્ધતિ નાબુદ કરવી તેમજ ફોરેસ્ટની ભરતીમાં નોર્મલાઇઝન કયર્િ બાદ ઉમેદવારના માર્ક પ્રસિઘ્ધ કરવામાં આવે અને છેલ્લા ઘણાં સમયથી ફોરેસ્ટ, સીસીઇ, સબ એડીટર, સિનીયર સર્વેયર, પ્લાનીંગ આસીસ્ટન્ટ, વર્ક આસી., મદદનીશ ઇજનેર સિવીલ, ગ્રાફીક ડીઝાઇનર જેવી અલગ અલગ સર્વાંગિક અને કેડરની ભરતીઓ સીબીઆરટી પઘ્ધતિ દ્વારા લેવામાં આવી છે.


સીબીઆરટી દ્વારા પરીક્ષા લેતી એજન્સીની છેલ્લે લેવાયેલ તમામ પરીક્ષામાં આ પઘ્ધતિ ખરી ઉતરી નથી, તેને કારણે અનેક છબરડા સામે આવ્યા છે, બીજી મુશ્કેલી એ પણ છે કે એકથી વધારે શીફટમાં જે પેપર લેવામાં આવે છે, તેમાં પ્રશ્ર્નોનું સ્તર જળવાતું નથી અને નોર્મલાઇઝેશન હેઠળની ઉપયોગ કરીને જે મેરીટનો ઉપયોગ કરીને જે મેરીટ યાદી તૈ્યાર કરવામાં આવે છે, જેમાં ગુણભાર ચોકસાઇથી માપી શકાતો નથી અને તુલનાત્મક માપદંડો પણ જળવાતા નથી, જેથી સીબીઆરટી પઘ્ધતિ નાબુદ કરવી નહીં, તેવી માંગ આ પત્રમાં કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application