કચરાના ઢગલા અને ગંદકીથી ઘેરાયેલી કચેરી, સફાઈ કર્મચારીઓનો અભાવઆજકાલ પ્રતિનિધિ-ભાવનગર
મહુવા તાલુકાના કોસ્ટલ વિસ્તારમાં આવેલા નીચા કોટડા ગામની પંચાયત કચેરીની હાલત અત્યંત ખરાબ બની છે. સ્વચ્છ ભારત અભિયાનના દાવાઓની વચ્ચે આ કચેરી ગંદકીનું કેન્દ્ર બની ગઈ છે. કચેરી પરિસરમાં ઠેર-ઠેર કચરાના ઢગલા જોવા મળે છે.
શૌચાલયની સ્થિતિ એટલી ખરાબ છે કે તે કચરાના ગોડાઉન જેવું લાગે છે. તલાટી-કમ-મંત્રી નિયમિત રીતે કચેરીમાં આવે છે, પરંતુ સ્વચ્છતા પ્રત્યે કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. તાલુકા વિકાસ અધિકારી દ્વારા આ ગામની મુલાકાત લેવામાં આવી નથી. અરજદારોને પોતાના કામકાજ માટે આ કચેરીની મુલાકાત લેવી પડે છે, પરંતુ કચેરીની સ્થિતિ ડમ્પિંગ યાર્ડ જેવી છે. ગામમાં સફાઇ અભિયાન માત્ર કાગળ પર જ સીમિત રહ્યું છે.
પંચાયત કચેરીમાં સફાઈ કર્મચારી અને પ્યૂનની નિમણૂક ન થવાને કારણે આ દુર્દશા સર્જાઈ છે. સ્વચ્છતા અભિયાનના નામે કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે, પરંતુ આ કચેરીની સ્થિતિ સરકારી તંત્રની નિષ્ક્રિયતા દર્શાવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationIPL 2025: રોમાંચક મુકાબલા બાદ પંજાબ કિંગ્સ ફાઇનલમાં, 3 જૂને RCB સામે ફાઈનલમાં ટકરાશે
June 02, 2025 01:50 AMદેશમાં કોરોનાનો ફરી કહેર: 9 દિવસમાં 1300% કેસ વધ્યા, 48 કલાકમાં 21 મોત
June 01, 2025 09:55 PMયુક્રેનનો મોટો દાવો: 41 રશિયાના વિમાનોને કર્યા નષ્ટ
June 01, 2025 09:49 PMકડી વિધાનસભા પેટાચૂંટણી: કોંગ્રેસે રમેશ ચાવડાને ટિકિટ આપી, રાજકીય ગરમાવો તેજ
June 01, 2025 09:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech