હિરાસર એરપોર્ટ ઉપર વજુભાઇએ હળવી રમુજ કરતા પીએમ મોદી ખડખડાટ હસ્યા

  • March 03, 2025 03:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દેશના લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી તાજેતરમાં સૌરાષ્ટ્ર્રના બે દિવસીય પ્રવાસે આવ્યા હતા જેમાં સૌપ્રથમ તેમણે જામનગર અને ત્યારબાદ સાસણની મુલાકાત કરી હતી યારે આજે બપોરે ૧–૪૦ વાગ્યા આજુબાજુ રાજકોટના હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા અને ફકત દસ જ મિનિટના ટૂંકા રોકાણ માં તેઓ નવી દિલ્હી જવા રવાના થયા હતા. ભાજપના કોઈ નેતા સાથે કોઈપણ પ્રકારની ચર્ચા કરી ન હતી ફકત પુષ્પગુચ્છ આપી તેમનું સ્વાગત કરાયું અને દરેકનો પરિચય અને નમસ્કાર બાદ તુરતં જ નવી દિલ્હીની ઉડાન ભરી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે પહોંચ્યા ત્યાં આગળ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી સહિત શહેર ભાજપની સમગ્ર ટીમ તેમજ મેયર નયનાબેન પેઢડિયા સહિત મહાનગરપાલિકાની સમગ્ર ટીમ દ્રારા તેમને બુકે આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. આ વેળાએ ગુજરાતના પૂર્વ નાણામંત્રી અને કર્ણાટકના પૂર્વ ગવર્નર વજુભાઈ વાળા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, બુકેથી પ્રધાનમંત્રીનું સ્વાગત કરતી વેળાએ વજુભાઈ વાળાએ હળવી રમુજ કરતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી ખળખડાટ હસ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને પૂર્વ ગવર્નર વજુભાઈ વાળા વચ્ચે દાયકાઓથી આત્મીય નાતો રહ્યો છે. યારે સૌપ્રથમ વખત નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા ત્યારે તેમને પેટા ચૂંટણી લડવા માટે વજુભાઈ વાળાએ પશ્ચિમ રાજકોટની બેઠક કે જે તત્કાલીન સમયે રાજકોટ–૨ વિધાનસભાની બેઠક તરીકે ઓળખાતી હતી તે ખાલી કરી આપી હતી, તદ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને વજુભાઇ વાળા યારે પણ એકબીજાને મળે હળવા મૂડમાં હસી મજાક કરતા નજરે પડે છે તે બાબત સર્વવિદિત છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application