કાલાવડ ગ્રામ્યના પીઆઇ અને પીએસઆઇને લીવ રીઝર્વમાં મુકાયા

  • November 12, 2024 11:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એસપી દ્વારા હુકમ કરાયો: ફાયરીંગ પ્રકરણના પડઘા...?


કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકના પીઆઇ અને પીએસઆઇને લીવ રીઝર્વમાં મુકવાનો હુકમ જીલ્લા પોલીસવડા દ્વારા કરવામાં આવ્યો છે.


કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન મથકના પોલીસ ઇન્સપેકટર એન.બી. ડાભી અને પીએસઆઇ વી.એ. પરમારને લીવ રીઝર્વમાં મુકવાનો હુકમ જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ દ્વારા કરવામાં આવ્યો છે જેમાં જાહેર હીત માટે ઓર્ડર કરાયાનું જણાવાયું છે.


અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ કાલાવડ તાલુકાના હરીપર મેવાસા ગામમાં ફટાકડા ફોડવા બાબતે માથાકુટ થઇ હતી અને ફાયરીંગની ઘટના સામે આવી હતી જે બનાવમાં આરોપીઓની અટક કરી લેવામાં આવી છે, દરમ્યાનમાં ગ્રામ્યના બે પોલીસ અધિકારીને લીવ રીઝર્વમાં મુકાયા હોવાનું સામે આવતા કેટલીક ચચર્ઓિએ જોર પકડયુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application