જામનગર જિલ્લામાં અતિ ભારે વરસાદના કારણે ૪૧૮ ગામોના ૧૩૨૪૯ ખેડુતોના પાકોને થયેલા નુકશાન અંગેની ખેતીવાડી વિભાગની ૪૭ ટીમો દ્વારા સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. ૧૪૧ ગામોમાં થયેલા સર્વમાં ૧૮૨૧૨ હેક્ટર જમીનમાં નુકશાની થઈ હોવાનું સામે આવ્યું છે. સૌથી વધુ નુકશાન કપાસના પાકને થયું છે.
જામનગર જિલ્લામાં ચાલુ વર્ષે ખરીફ પાકનું ૩,૪૨,૩૦૫ હેક્ટર જમીનમાં વાવેતર થયું છે. જેમાં મગફળીનું ૧,૮૨,૪૧૭ હેકટર, કપાસનું ૧,૭૧,૫૫૪ હેકટર જમીનમાં તેમજ તુવેરનું ૪૩૮૩, મગનું ૧૦૪૪, અળદનું ૧૬૦૮,તલનું ૧૦૫૭, શાકભાજી ૭૫૪૮ હેક્ટર સહિતના ગુવાર, ઘાસચારો, ડુંગળી સહિતના અન્ય પાકોનું વાવેતર થયું છે. ત્યારે ઓગસ્ટ માસમાં પહેલા અતિ ભારે વરસાદના કારણે જિલ્લાના ૪૧૮ ગામો અસરગ્રસ્ત થયા હતાં અને પાકોનું નુકશાન થયું હતું, જેથી ખેડુતોને વળતર આપવા માટે જામનગર જિલ્લાના ખેતીવાડી વિભાગની ૪૩ ટીમોએ સર્વેની કામગીરી હાથ ધરી છે અને ૧૪૧ ગામોનો સર્વે પુર્ણ કરવામાં આવ્યો છે.
જેમાં ૧૮,૨૧૨ હેક્ટર પાકમાં નુકશાન થયાનો આંકડો સામે આવે છે. તેમાં પણ સૌથી વધુ નુકશાન લાલપુરમાં કપાસના પાકને થયું છે. જામનગર જિલ્લામાં સર્વેની કામગીરીમાં ખેતીવાડીનો સ્ટાફ ઓછો પડતા અન્ય જિલ્લાઓ પાટણ, મહેસાણા, બોટાદ અને ગાંધીનગરમાં ૩૦ ગામ સેવકોને સર્વ માટે બોલાવવામાં આવ્યા છે. અને તેઓને સ્થાનિક ખેતીવાડીના કર્મચારીઓ સાથે રાખીને તાલુકા મથકોમાં સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખંભાળિયા નજીક કારની હડફેટે સ્કૂટર સવાર વેપારીનું મોત
November 18, 2024 10:06 AMભાણવડ તાલુકામાં લગ્ન કરવાની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ
November 18, 2024 09:59 AMમોટરસાયકલ ચલાવવા બાબતે ભાણવડના યુવાન ઉપર હુમલો
November 18, 2024 09:55 AMપિતાની યાદમાં પુત્રએ ચંદ્રાગા પ્રાથમિક શાળાને કોમ્પ્યુટર લેબનું દાન કર્યું
November 18, 2024 09:49 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech