પાંચ વર્ષ પૂર્વે બે સંતાનોના પિતાએ આચર્યું હતું દુષ્કર્મ
ખંભાળિયા તાલુકામાં આજથી આશરે પાંચેક વર્ષ પૂર્વે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના મૂળ રહીશ અને બે સંતાનોના પિતા એવા દશરથ દિનેશભાઈ ઉર્ફે દિલીપભાઈ મકવાણા નામના શ્રમિક યુવાન દ્વારા એક પરિવારની સગીર વયની પુત્રીને લલચાવી, ફોસલાવીને બદકામ કરવાના ઈરાદાથી અપહરણ કરીને પોતાના વતન લઈ ગયો હતો. જે અંગે સગીરાના પિતા દ્વારા તારીખ 23-8-2019 ના રોજ ખંભાળિયા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવી હતી.
જેને અનુલક્ષીને પોલીસે અપહરણની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, તપાસ દરમિયાન આરોપી તેમજ ભોગ બનનારની શોધખોળ કરી, તેઓની ભાડ મેળવી લીધી હતી. આ અંગે આગળની તપાસમાં ભોગ બનનાર સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાથી તેમાં આઈ.પી.સી. કલમ 376 તથા પોક્સો એક્ટનો ઉમેરો કરી, આ કેસમાં તપાસનીસ અધિકારી પી.એ. દેકાવાડિયા તેમજ પી.એ. જાડેજા દ્વારા ભોગ બનનાર તથા આરોપીના મેડિકલ સેમ્પલ મેળવી એફએસએલ સહિતની તપાસ બાદ અહીંની સ્પેશિયલ કોર્ટમાં ચાર્જસીટ રજૂ કર્યું હતું.
અહીંની અદાલતમાં આ કેસ ચાલી જતા અહીંના જિલ્લા સરકારી વકીલ લાખાભાઈ ચાવડા દ્વારા વિવિધ મુદ્દાઓ તથા આધાર પુરાવાઓ સાથે કરવામાં આવેલી દલીલો તેમજ જુબાનીને ધ્યાને રાખીને સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ શ્રી એસ.જી. મનસૂરી દ્વારા આરોપી દશરથ દિનેશ ઉર્ફે દિલીપભાઈ મકવાણાને તકસીરવાન ઠેરવી અને જુદી જુદી કલમ હેઠળ કુલ 10 વર્ષની સખત કેદ તેમજ કુલ રૂપિયા 30,000 નો દંડ ફટકારતો હુકમ કરવામાં આવ્યો છે.
આ કેસમાં ભોગ બનનાર સગીરાના સામાજિક, આર્થિક અને માનસિક પુનર્વસન માટે વિટનેસ કમ્પન્સેશન સ્કીમ હેઠળ રૂપિયા એક લાખનું વળતર ચૂકવવા પણ વધુમાં આદેશ કર્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationબગસરા શહેરમાં ડીએપી ખાતર માટે ખેડૂતોની લાઇનો લાગી
November 18, 2024 11:56 AMબગસરાના હડાળા પાસે પરિવારને અકસ્માત નડયો: ૧ મોત ૧૫ને ઇજા
November 18, 2024 11:55 AMકાશ્મીરમાં હિમવર્ષાના પગલે શિયાળાનું આગમન: હજુ ઠંડી વધશે
November 18, 2024 11:53 AMગોંડલ યાર્ડમાં સિઝનની પ્રથમ મરચાની આવક મુહર્તમાં રેકોર્ડબ્રેક ભાવ રૂા.૨૩,૧૧૩ સુધી બોલાયા
November 18, 2024 11:52 AMપાકિસ્તાનમાં એકયુઆઈ ૨,૦૦૦ને પાર: એક જ મહિનામાં ૨૦ લાખ લોકો હોસ્પિટલમાં ભરતી
November 18, 2024 11:50 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech