શહેરમાં કર્મકાંડી જયોતિષ ભુદેવો દ્વારા આજે શાસ્ત્ર અંગે ચર્ચાનું આયોજન

  • October 23, 2024 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમાસ બે દિવસ હોવાથી દિવાળી તા. 31 ના રોજ કે તા. 1 નવેમ્બરે ઉજવવી...? - તેની મુંઝવણ: તીથી અંગે ચર્ચા-વિચારણા કરવા તમામનો મત લેવાશે...


છેલ્લા કેટલાક સમયથી એકને એક તીથી બે વખત આવતી હોય છે, તા.31 ઓકટબરે દિવાળી ઉજવવી કે તા.1 નવેમ્બરે ઉજવવી તેની લોકોમાં પણ મુંઝવણ છે, શાસ્ત્રોકત રીતે હવે શું કરી શકાય તે માટે આજે સાંજે 7:30 વાગ્યે જામનગરમાં કર્મકાંડી ભુદેવો અને જયોતિષીઓ માટે શાસ્ત્ર સંમત ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું છે, રાજાશાહીના ઇતિહાસ બાદ શહેરમાં પ્રથમ વખત આ પ્રકારની મીટીંગ યોજાશે.


શહેરની ભૂદેવ કર્મકાંડી સમિતિના નેજા હેઠળ કર્મકાંડી ભૂદેવ સંસ્થાના પ્રમુખ કપીલભાઇ પંડયા, મહામંત્રી જીગરભાઇ પંડયા સહિતના હોદેદારો હાજર રહેશે, જુદા-જુદા પંચાગોમાં તા.31 અને તા.1ના રોજ દિવાળી બતાવવામાં આવી છે, શાસ્ત્ર સંમત મુજબ દિવાળી કઇ તારીખે ઉજવવી તે માટે ધર્મ સિંધુ, નિર્ણય સિંધુ, વ્રત પર્વ વિવેક જેવા ગ્રંથનો પણ સહારો લેવાય છે, આપણે ત્યાં ચોથ, નોમ અને ચૌદશને રીકતા તીથી તરીકે ગણાવવામાં આવે છે, શાસ્ત્રો મુજબ ચૌદશી અમાસ હોય તો તેમાં ઉજવણી કરવાથી પુણ્યનો ક્ષય થાય છે અને એકમ તથા પ્રતિપદા યુકત અમાસમાં ઉજવણી કરવાથી પુણ્યોદય થાય છે.


અગાઉ શાસ્ત્રો શીખવા માટે વિદ્યાર્થીઓને કાશી અભ્‌યાસ કરવા માટે મોકલવામાં આવતાં હતાં, હવે તો ગુજનોના ઘેર રહીને શાસ્ત્રોનો અભ્યાસ કરાય છે, અગાઉ રાજવી વિભાજી જામ દ્વારા બ્રહ્મચોયાર્સીનું પણ આયોજન કરવામાં આવતું હતું અને મહાપ્રસાદ વખતે તેઓ હાજર પણ રહેતા હતાં, બે અલગ-અલગ જુથો દ્વારા સંસ્કૃતના શ્ર્લોકની આપ-લે પણ થતી હતી ત્યારે હવે આજની મીટીંગ પ્રથમ વખત મળી રહી છે તે ખુબ જ મહત્વની બની રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application