ઓપરેશન સિંદૂર: ભારતીય સેનાએ 100 આતંકવાદીઓને ઠાર કર્યા

  • May 11, 2025 08:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામના સત્તાવાર એલાનના ત્રણ કલાક પછી જ જમ્મુ-કાશ્મીર અને પંજાબના અનેક વિસ્તારોમાં ડ્રોન ઉડતા જોવા મળ્યા. ધમાકાના અવાજો સંભળાયા. પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામ તોડ્યા બાદ ભારતીય વિદેશ મંત્રાલયે કડક વલણ અપનાવ્યું. ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ ભારતીય સેનાને પાકિસ્તાનની આ હરકતનો જડબાતોડ જવાબ આપવા માટે કડક પગલાં લેવાનો આદેશ આપ્યો.


ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ થયાના બીજા દિવસે એટલે કે રવિવારે ભારતની ત્રણેય સેનાઓએ પ્રેસ કોન્ફરન્સ કરી. તેમાં ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન (DGMO) લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈ, એર માર્શલ અવધેશ કુમાર ભારતી અને વાઇસ એડમિરલ એ.એન. પ્રમોદે ઓપરેશન સિંદૂરની માહિતી મીડિયાને આપી. 

સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈએ જણાવ્યું કે, "આપ સૌને ખબર છે કે પહેલગામ આતંકી હુમલામાં કેટલી ક્રૂરતાથી 26 લોકોની હત્યા કરવામાં આવી હતી. ઓપરેશન સિંદૂર આતંકવાદીઓ અને આતંકવાદના ષડયંત્રકારોને મારવા અને આતંકી ઠેકાણાઓને નષ્ટ કરવા માટે કરવામાં આવ્યું હતું."





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application