વિદેશમાં નોકરી તથા વીઝા અપાવાની લાલચ આપનારને ચેક પરતના કેસમાં એક વર્ષની સજા

  • September 07, 2024 10:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના એક આસામીને વિદેશમાં જવા માટે વીઝા અને નોકરીની લાલચ આપી એક શખ્સે રૂ. ૧ લાખ ૧૦ હજાર પડાવી લીધા હતા, અને તે પછી ઉપરોક્ત રકમ પરત આપવા ચેક આપ્યો હતો. તે ચેક પરત ફર્યાના કેસમાં અદાલતે તેને એક વર્ષની કેદની સજા અને ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે.


જામનગરમાં રામેશ્વરનગર વિસ્તારમાં વેદમાતા સ્કૂલ ૫ાસે રહેતા જીતેન્દ્ર નંદલાલ બુજડને વિદેશમાં નોકરી અપાવી અને વીઝા પણ કરાવી દેતા હોવાની જાણકારી મળતા અંબાજીના ચોકમાં રહેતા હીરેન શામજીભાઈ રાવતે જીતેન્દ્ર બુજડની ગુલાબનગર પાસે ક્રિષ્ના પાર્કમાં આવેલી ઓફિસે સંપર્ક કર્યાે હતો.


આ આસામીને કેનેડામાં નોકરી તથા વીઝા માટે રૂ. ૧ લાખ ૧૦ હજાર આપવાનું કહી જીતેન્દ્ર બુજડે પૈસા લઈ લીધા હતા અને તે પછી સંખ્યાબંધ ધક્કા પછી પણ વિદેશ જવાનું શક્ય ન બનતા હીરેન રાવતે પોલીસમાં અરજી કરી હતી.


તે પછી પોલીસ સ્ટેશનમાં સમાધાન કરી જીતેન્દ્રએ નોટરી સમક્ષનું લખાણ કરી હીરેનને તેની રકમ પરત આપવા ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી પરત આવતા હીરેને કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી જીતેન્દ્ર નંદલાલ બુજડ ને તક્સીરવાન ઠરાવી એક વર્ષની કેદની સજા અને ચેકની રકમ વળતર પેટે ચૂકવી આપવાનો હુકમ કર્યાે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application