કલ્યાણપુર અને ભાણવડમાં દોઢ, દ્વારકામાં અડધો ઇંચ

  • July 18, 2024 01:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આગાહી મુજબ વરસાદ પડતા લોકોમાં ખુશીનો માહોલ


રાજ્યના હવામાન ખાતાએ વરસાદની આગાહી કયર્િ બાદ આજે સવારે 10 થી 1ર દરમ્યાન કલ્યાણપુર અને ભાણવડમાં દોઢ દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે, જ્યારે કાનાની કૃષ્ણનગરી દ્વારકામાં અડધો ઇંચ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.


આજે સવારે 10 વાગ્યાથી કલ્યાણપુર અને તેની આજુબાજુના વિસ્તારોમાં મેઘરાજાએ દે ધનાધન કરીને દોઢ ઇંચ વરસાદ વરસાવતા લોકોને ગરમીથી રાહત મળી હતી, આજુબાજુના પંથકમાં દોઢ થી બે ઇંચ વરસાદ પડ્યો હોવાનું બિનસત્તાવાર જાણવા મળ્યું છે ઓચિંતા વરસાદથી કેટલાક વિસ્તારોમાં વિજળી ચાલી ગઇ હતી અને બપોરના 1ર વાગ્યા સુધીમાં મોસમનો કુલ 477 મીમી થયો છે.


ભાણવડથી અમારા પ્રતિનિધિ જણાવે છે કે આજે સવારે 10 વાગ્યા બાદ મેઘરાજાએ વિજળીના કડાકા ભડાકા વચ્ચે વરસાદ વરસાવાનું શ કર્યું હતું અને બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ વરસી ગયો હતો, કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં થોડો સમય પાણી ભરાયા હતા, બપોરના 1ર વાગ્યા સુધીમાં મોસમનો કુલ વરસાદ 39ર મીમી નોંધાયો હતો.


આ લખાય છે ત્યારે કલ્યાણપુર અને ભાણવડ પંથકના કેટલાક ગામોમાં વાદળો ઘેરાયા છે અને બપોર બાદ વરસાદ થવાની શક્યતા છે, ત્યારે વહીવટી તંત્રના અધિકારીઓ પણ સચેત બની ગયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application