બેડી બંદરે નિર્ધારિત સ્થળે માછીમારી બોટ નહીં લાંગરનાર બોટના ટંડેલ સામે ગુનો

  • December 24, 2024 12:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર ના બેડી બંદર ના દરિયાઈ વિસ્તારમાં નિર્દિષ્ટ કરેલા સ્થળે ફીશબેન્ડીંગ સેન્ટર ઉપર ફિશિંગ બોટ નહી લાંગરી રજીસ્ટ્રેશન પરમીટનો ભંગ કરનાર બોટના ટંડેલ વિરુધ્ધ ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમ ૨૦૦૩ મુજબ કાયદેસરની કાર્યવાહી કરીને બેડી મરીન પોલીસ સ્ટેશન પોલીસ મથકમાં ગુન્હો નોંધવામાં આવ્યો છે.


 ગુજરાત રાજ્યના દરિયાઇ વિસ્તારના જીલ્લાઓમાં મત્સ્યોદ્યોગ અધિનિયમની જોગવાઇઓનો ભંગ કરતા ઇસમો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ખાસ ડ્રાઈવ રાખવાના રાજ્ય સરકારના આદેશ અનુસાર જામનગર નજીક ના દરિયામાં ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમના કાયદાનો ભંગ કરી અન-અધિકૃત રીતે જેમ કે, ટોકન વગર. જીસ્ટ્રેશન વગર, ટોકન સમય મર્યાદાનો ભંગ તથા ગેરકાયદેસર પધ્ધતીથી બાઈન ફીશીંગ, ઘેરા ફીશીંગ, લાઇટ ફીશીંગથી ગેરકાયદેસર રીતે માછીમારી કરતા ઇસમો વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી રહી છે.


કોસ્ટલ એરીયામાં થતી ગેરકાયદેસર પ્રવૃતીને રોકવા તેમજ કોસ્ટલ સિક્યુરીટી સબબ સખત દરિયાઇ પેટ્રોલીંગ કરી બોટો ચેકીંગ કરવા તા.૧૨.૧૨.૨૦૨૪ થી ૩૧.૧૨.૨૦૨૪ સુધી જામનગર જીલ્લાના દરીયા કાંઠા વિસ્તારમાં મત્સ્યોદ્યોગ અધિનિયમ હેઠળ ગુન્હા નોંધવા તેમજ  અસરકારક બોટ ચેકીંગ કરવા ડ્રાઇવ રાખવામાં આવી છે.


જે ડ્રાઇવ અનુસંધાને બેડી મરીન પો.સ્ટે.ના પોલીસ સબ ઇન્સ વિ.એસ પોપટ  તથા અન્ય પોલિસ સ્ટાફ વગેરે પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યન રોજી બંદર ગેઈટ પાસે દરીયામાં ફીશીંગ બોટ "સુનેસ બાનુ વાળી લાંગરેલ મળી આવતાં જે બોટ નિર્દિષ્ટ કરેલ ફીશલેન્ડીંગ સેન્ટર  ઉપર નહી લાંગરી રજીસ્ટ્રેશન પરમીટનો ભંગ કર્યો હતો.

આથી બોટના ટંડેલ સીકંદર હારૂનભાઈ કકલ વિરુધ્ધ બેડી મરીન પોલિસ મથકમાં  ગુજરાત મત્સ્યોધોગ અધિનિયમ -૨૦૦૩ ના કાયદાની કલમ ૨૧(૧)(૫) મુજબ કોનો નોંધ્યો છે અને તેની અટકાયત કરી લીધી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application