પુષ્પા-2ના નિર્માતા અને ફિલ્મના અભિનેતા અલ્લુ અર્જુને કહ્યું છે કે તેઓ નાસભાગનો ભોગ બનેલા પરિવારને 2 કરોડ રૂપિયાની સહાય આપશે. અલ્લુ અર્જુને આ સહાયમાં 1 કરોડ રૂપિયા આપ્યા છે, જ્યારે ફિલ્મ Mythri Movies ના નિર્માતાએ 50 લાખ રૂપિયાની મદદ કરી છે. આ નાસભાગમાં એક મહિલાનું મોત થયું હતું અને તેનો પુત્ર હોસ્પિટલમાં દાખલ છે.
અલ્લુ અર્જુન અને 'પુષ્પા 2'ના નિર્માતાઓએ 4 ડિસેમ્બરે સંધ્યા થિયેટરમાં ફિલ્મના પ્રીમિયર શો દરમિયાન માર્યા ગયેલી મહિલા અને તેના પુત્રના પરિવારને 2 કરોડ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે.
વાસ્તવમાં અલ્લુ અર્જુનના પિતા અને જાણીતા નિર્માતા અલ્લુ અરવિંદે બુધવારે તેજાને મળ્યા બાદ આ જાહેરાત કરી હતી. તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પીડિતાને મળ્યા બાદ અલ્લુ અરવિંદે મીડિયાને જણાવ્યું કે ચેક તેલંગાણા સ્ટેટ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશનના અધ્યક્ષ દિલ રાજુને સોંપવામાં આવ્યો છે.
2 કરોડની સહાયની જાહેરાત
તમને જણાવી દઈએ કે અલ્લુ અરવિંદે કહ્યું કે છોકરા અને તેના પરિવારની મદદ કરવા માટે ફિલ્મ યુનિટે 2 કરોડ રૂપિયાની આર્થિક મદદ કરવાનો નિર્ણય કર્યો છે. અલ્લુ અર્જુને આ સહાયમાં 1 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે, જ્યારે ફિલ્મના નિર્માતા મિથરી મૂવીઝે 50 લાખ રૂપિયાનું દાન આપ્યું છે. ફિલ્મના નિર્દેશક સુકુમારે પણ પરિવારને 50 લાખ રૂપિયા આપ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજો ગેસ બર્નરમાં થઈ રહી છે આ સમસ્યા, તો બિલકુલ અવગણશો નહીં, થઈ શકે છે મોટી દુર્ઘટના
December 26, 2024 04:42 PMડેટ પર જતા પહેલા આ 3 મહત્વની બાબતોનું ધ્યાન રાખો, પાર્ટનર થઈ જશે ઈમ્પ્રેસ
December 26, 2024 04:28 PMઆ દેશ મુસ્લિમોનો નથી હિંદુઓને તેમનું અસ્તિત્વ ભૂંસી નાખીને જીવવા ન દેવાય: જગદગુરુ રામભદ્રાચાર્ય
December 26, 2024 04:15 PMજો અવકાશયાત્રીઓ સ્પેસમાં બીમાર પડે તો ત્યાં તેમની સારવાર કેવી રીતે થાય છે?
December 26, 2024 04:09 PMરાજકોટ બસ પોર્ટની યુરિનલમાં જવાના રૂા.૧૦ પડાવતા કોન્ટ્રાકટરને નોટિસ,૧૦ હજાર પેનલ્ટી
December 26, 2024 03:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech