દ્વારકામાં વાહન હટાવવા બાબતે મહિલાઓ સહિત નવ શખ્સો દ્વારા હુમલો

  • May 24, 2025 11:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાયોટીંગ અંગેની નોંધાવાતી પોલીસ ફરિયાદ

દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાં એક ઠંડા પીણાની દુકાન પાસે એક્ટિવા પાર્ક કરવામાં આવતા અહીં ઓસમાણ ભેસલીયાનું રહેણાંક મકાન હોય અને તેને આ વાહન નડતું હોવાથી તે હટાવી લેવાનું કહેવા બાબતે બોલાચાલી કરી, ફરિયાદી ડેપાભા ઉર્ફે રાજ મેરૂભા ભગાડ (ઉ.વ. 21, રહે. ગોવાળિયા ધામ સામે, દ્વારકા) ઉપરાંત તેમની સાથે રહેલા સાહેદ પ્રવીણભા મોડભા માણેક વિગેરે ઉપર લોખંડના પાઈપ, લાકડાના ધોકા જેવા હથિયારો વડે હુમલો કરી, ઈજાઓ પહોંચાડવામાં આવી હતી.

આટલું જ નહીં, જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા આ સમગ્ર પ્રકરણ અંગે રૂપેણ બંદર વિસ્તારમાં રહેતા આરોપી ઓસમાણ ભેસલીયા, ડાડુ ભેસલીયા, ઉમર ભેસલીયા, ઉપરાંત અન્ય ત્રણ પુરુષો અને બે મહિલાઓ સામે દ્વારકા પોલીસે ડેપાભા ઉર્ફે રાજ મેરૂભાની ફરિયાદ પરથી રાયોટિંગ સહિતની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application