ચેક રીટર્ન કેસમાં બે વર્ષની સાદી કેદ: 6 લાખનો દંડ
મહેન્દ્રભાઇ ભાનુશાલીને આરોપી હિતેશભાઇ જેરામભાઇ કુબાવત સાથે સંબંધ હોય આ સંબંધ દાવે આરોપીને અંગત જરુરિયાત માટે પિયાની જરુર પડતા ફરીયાદી પાસેથી સાડા ત્રણ લાખની માંગણી કરેલ જેથી ફરીયાદીએ મિત્રતાના સંબંધ દાવે આરોપીને વગર વ્યાજે હાથ ઉછીના સાડાત્રણ લાખ આપેલા હતા.આરોપીએ બેંકના ખાતાનો ચેક આપેલો હતો તે ચેક ફરીયાદીએ તેઓની બેંકમાં નાખતા સદરહું ચેક વગર સ્વીકરાયે પરત ફરેલ હોઇ જેથી ફરીયાદીએ જામનગરની અદાલતમાં કેસ કરેલ હતો.
જે કેસમાં આરોપીએ ફરીયાદી સાથે જામનગરની અદાલતમાં કોર્ટ બ સમાધાન કરેલ અનેતેની ચુકવણી માટે આરોપીએ બેન્કના ખાતાનો ચેક આપેલો હતો તે સાડા ત્રણ લાખનો ચેક ફરીયાદીએ તેઓની બેંકમાં નાખતા ચેક વગર સ્વીકારાયે પરત ફરેલ હોઇ જેથી ફરીયાદીએતેઓના વકીલ મારફત આરોપીને તેના રહેણાંકના સ્થળે લીગલ નોટીસ મોકલેલ. જેનોટીસ આરોપીને ધોરણસર બજી ગયેલ હોવા છતાં આરોપીએ તેનો જવાબ આપેલો નહીં કેફરીયાદીની ચેક મુજબની લેણી રકમ વસુલ આપેલ નહીં જેથી ફરીયાદીએ જામનગરની અદાલતમાં ફરીયાદ દાખલ કરેલી.
જે પુરાવાઓનો મુલ્યાંક કયર્િ બાદ તથા ફરીયાદીના વકીલની દલીલો ઘ્યાને લઇ જામનગરના મેજી. વી.જે.ગઢવીએ કેસ સાબિત માની આરોપી હિતેશભાઇ જેરામભાઇ કુબાવતને તકસીરવાન ઠરાવી નવ માસની સાદી કેદની સજા તથાવગર સ્વીકારાયેલા ચેકની કુલ રકમ સાડાત્રણ લાખજ નો દંડ કરવાનો હુકમ કરવામાં આવેલો અને તે દંડની રકમ ફરીયાદીને વળતર પેટે ચુકવવાનો હુકમ કરવામાં આવેલો અને આરોપી જો દંડની રકમ ચુકવવામાં નિષ્ફળ જાય તો વધુ એક માસની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવેલ છે. સદરહું હુકમ સમયે આરોપી હાજર ન હોવાથી આરોપી વિરુદ્ધ ડી.એસ.પી. મારફત બજવણી થવા સજા વોરંટ ઇસ્યુ કરવાનો હુકમ કરવામાં આવેલો. આ કેસમાં ફરીયાદી તરફે વકીલ અબરારઅલી અશરફઅલી ઘોરી રોકાયેલા હતા.
અન્ય એક કેસમાં જામનગરના હીતેશ શાંતિલાલ પટેલ પાસેથી ધીરજલાલ ગોરધનભાઇ પટેલએ સંબંધ દાવે છ લાખ રૂપિયા લીધેલા જે રકમની પરત ચુકવણી માટે ધીરજલાલ દ્વારા છ લાખનો બેંક ઓફ ઇન્ડીયાનો ચેક આપેલ જેચેક હિતેશ પટેલએ પોતાના બેંક ખાતામાં જમા કરાવતા નાણાના અભાવે પરત ફરેલ જેથી હીતેશ પટેલ દ્વારા પોતાનાવકીલ મારફત નોટીસ આપવા છતાં ચેક મુજબની રકમ વસુલ નહીં આપતા હિતેશ પટેલ દ્વારા જામનગરની અદાલતમાં ધીરજલાલ ગોરધનભાઇ પટેલ સામે ફરીયાદ દાખલ કરેલ.
જે કેસ જામનગરએડી. ચીફ જયુડી. મેજી. આર.બી. ગોસાઇની અદાલતમાં ચાલી જતા અદાલત દ્વારા આરોપી ધીરજલાલ ગોરધનભાઇ પટેલને બે વરસની સાદી કેદની સજા તથા છ લાખ રૂપિયા દંડનો હુકમ કરેલ છે દંડની રકમ ફરીયાદીને વળતર તરીકે ચુકવવાનો હુકમ કરેલ છે. આરોપી જો દંડની રકમ ભરપાઇ ન કરે તો વધુ ચાર માસની સાદી કેદની સજાનો હુકમ કરેલ છે. ફરીયાદી તરફે વકીલ સંજય સી.દાઉદીયા, ભાવીકાબેન પી.જોશી તથા બ્રીજરાજસિંહ એચ. જાડેજા રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationવડોદરા હિટ એન્ડ રન ઘટસ્ફોટ: રક્ષિત ચૌરસિયાએ ગાંજો પીને સર્જ્યો હતો અકસ્માત
April 04, 2025 09:12 PMજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech