લોક અદાલત એ તકરારના સમાધાન માટેનું સુખદ નિવારણમાં ફોરમ છે જેમાં પક્ષકાર સમાધાનથી કેસનો નિકાલ લાવી ઝડપી ન્યાય મેળવી શકે છે
જામનગર તા.૨૭ ફેબ્રુઆરી, જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, જામનગર દ્વારા આગામી તા.૦૮-૦૩-૨૦૨૫ ના રોજ જિલ્લાની તમામ કોર્ટમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવશે.
જે અંતર્ગત, ફોજદારી સમાધાનપાત્ર કેસ, નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ 138 મુજબના ચેકનાં કેસ, બેંક રીકવરી દાવા, એમ.એ.સી.પી.નાં કેસ, લેબર તકરારના કેસ, લગ્ન વિષયક તકરારના કેસ, વીજળી અને પાણી બિલ (સમાધાન પાત્ર ન હોય તે સિવાયના) કેસ, કૌટુંબિક તકરારના કેસ, જમીન સંપાદનના કેસ, સર્વિસ મેટરના પે અને એલાઉન્સીસ અને નિવૃતિના લાભના કેસ, રેવન્યુ કેસ (ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને હાઈકોર્ટમાં પેન્ડીંગ હોય તે જ) અને અન્ય સિવિલ કેસ (ભાડુઆત, સુખાધિકાર હકક, મનાઈ હુકમના દાવા, સ્પેસીફીક પરફોર્મન્સ) વગેરે પ્રકારના કેસો માટે નેશનલ લોક અદાલતનું નાલ્સાના એકશન પ્લાન મુજબ આયોજન કરવામાં આવશે.
જેથી, જામનગર જિલ્લાની તમામ જાહેર જનતા તથા પક્ષકારોને તેઓના ઉપરોકત જણાવેલા પૈકીના પેન્ડીંગ કેસોમાં સમાધાનથી તકરારનું નિરાકરણ કરવા, તેઓના વકીલ મારફતે જે- તે કોર્ટમાં કેસ પેન્ડીંગ હોય, તો તે કોર્ટના કેસ લોક અદાલતમાં મુકવા માટે સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે. લોક અદાલત એ તકરારના સમાધાન માટે એક સુખદ નિવારણમાં ફોરમ છે. જેમાં પક્ષકાર સમાધાનથી કેસનો નિકાલ લાવી શકે છે અને તેનાથી પક્ષકારને ઝડપી ન્યાય મળી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationમહુવા-રાજુલા રોડ પર નેસવાડી ચોકડી નજીક ટ્રકે બાઇકને કચડ્યું, બે શ્રમિકના જીવન-મરણ વચ્ચે ઝોલા
February 28, 2025 03:34 PMસતત ત્રીજા દિવસે સીટીબસનો અકસ્માત એકિટવાને ઉલાળતા મહિલા ૧૦ ફૂટ દૂર ફંગોળાઈ
February 28, 2025 03:29 PM૮૦ લાખના ચેક રિટર્નના વધુ એક કેસમાં સમીર શાહ– શ્યામ શાહની મુશ્કેલી વધી
February 28, 2025 03:27 PMમનપામાં પોણા બે કરોડના કેલેન્ડર કોર્પેારેટરો પરત આપતા હોબાળો
February 28, 2025 03:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech