લાલપુર તાલુકાના મુરીલા ગામે સંકલ્પ રથનું ભવ્ય સ્વાગત કરાયું

  • January 09, 2024 10:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મુરીલા ગામમાં બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડયા: ૧૭ યોજનાના લાભાર્થીઓને અપાયા લાભ

કેન્દ્ર અને રાજ્ય સરકારની વિભિન્ન જનહિતકારી યોજનાઓને છેવાડાના નાગરિકો સુધી પહોંચાડવા માટે ’વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. જેને જામનગર જિલ્લામાં ભવ્ય પ્રતિસાદ મળી રહ્યો છે. લાલપુર તાલુકાના મુરીલા ગામમાં ગ્રામજનો દ્વારા વિકસિત ભારત સંકલ્પ રથ અને રથની સાથે પધારેલા મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં લાભાર્થીઓને સરકારની વિવિધ ૧૭ જેટલી યોજનાઓના લાભો આપીને તેમને લાભાન્વિત કરવામાં આવ્યા હતાં. કાર્યક્રમમાં આયોજિત આરોગ્ય તપાસણી કેમ્પમાં ગ્રામજનોએ તેમની આરોગ્ય તપાસ કરાવી હતી.
આ કાર્યક્રમમાં લાલપુર તાલુકા પંચાયતના સદસ્ય કરશનભાઈ, આગેવાન અરશીભાઈ કરંગિયા, કારાભાઈ વસરા, જનપ્રતિનિધીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application