સ્વૈચ્છિક રીતે ખખડધજ ઇમારત દૂર કરવાની કાર્યવાહીનો પ્રારંભ
ખંભાળિયા શહેરમાં મંગળવારે સાંજે એક આસામીનું આશરે એક સદીથી વધુ સમય જૂનું અને જર્જરીત મકાન જમીન દોસ્ત થઈ જતા આ મકાનમાં રહેતા એક પરિવારના દાદી તેમજ તેમની બે પૌત્રીઓના અકાળે મૃત્યુ નિપજયાના ચકચારી અને કરુણ બનાવ વચ્ચે નગરપાલિકા તંત્ર દ્વારા બુધવારે જુદા જુદા વિસ્તારોમાં આવા જૂના બાંધકામ ધરાવતા આસામીઓને કડક અલ્ટીમેટમ પાઠવીને સમય મર્યાદામાં પોતાનું મકાન તોડી પાડવા અંગેની નોટિસો આપવામાં આવી હતી.
શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલા જૂના અને જોખમી એવા આશરે નવ જેટલા નાના-મોટા મકાનના માલિકોને નગરપાલિકાના ચીફ ઓફિસર ભરતકુમાર વ્યાસ દ્વારા લેખિત નોટિસ ઇસ્યુ કરી અને સમય મર્યાદામાં આવા બાંધકામ સ્વૈચ્છિક રીતે દૂર કરવામાં આવે તેવો હુકમ કરવામાં આવતા અહીંના ગગવાણી ફળી સહિતના વિસ્તારમાં જે-તે આસામીઓએ પોતાના મકાનના જર્જરીત ભાગોને સ્વૈચ્છિક રીતે હટાવવાની કામગીરી હાથ ધરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ નગરપાલિકા દ્વારા આ પ્રકારની નોટિસો ફટકારાયા છતાં પણ અનેક આસામીઓએ તેઓના જોખમી બાંધકામ હટાવ્યા નથી. વધુમાં જાણવા મળતી વિગત મુજબ નગરપાલિકા તંત્ર દ્વારા આગામી દિવસોમાં આવા જોખમી બાંધકામ સંદર્ભે કડક પગલાં હાથ ધરવામાં આવશે. જેમાં પાલિકા દ્વારા જે-તે આસામીઓના ખર્ચે તેઓના આવા બાંધકામો તોડી પાડવાની કામગીરી કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationભારતનું અનોખું ગામ, જ્યાં દરેક પુરુષ બે વાર લગ્ન કરે છે!
November 19, 2024 04:49 PMચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત સેમી ફાઇનલમાં પહોંચ્યું
November 19, 2024 04:43 PMશિયાળામાં વોક પર જવાનું મન ન થતું હોય તો આ ફિટનેસ ટિપ્સને કરો ફોલો
November 19, 2024 04:32 PMપાકિસ્તાનના કરાંચીમાં બનશે સ્વામીનારાયણ મંદિર
November 19, 2024 04:29 PMદુબઈમાં અપશબ્દો બોલવાની ન કરો ભૂલ, થઈ શકે છે જેલની સજા
November 19, 2024 04:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech