ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત સેમી ફાઇનલમાં પહોંચ્યું

  • November 19, 2024 04:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




બિહારના રાજગીરમાં રમાઈ રહેલી હોકી વુંમેન્સ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2024માં દક્ષિણ કોરિયાએ થાઈલેન્ડને 3-0થી હરાવ્યું અને ટુર્નામેન્ટમાં છઠ્ઠું સ્થાન મેળવ્યું. ભારત, જાપાન, ચીન અને મલેશિયાએ સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે, પરંતુ તે પહેલા કોરિયા અને થાઈલેન્ડ પાંચમા અને છઠ્ઠા સ્થાન માટે આમને-સામને આવ્યા હતા. આ સાથે દક્ષિણ કોરિયા ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાંચમા સ્થાને રહી, જ્યારે થાઈલેન્ડને પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાનથી સંતોષ માનવો પડ્યો.


મેચમાં ત્રણેય ગોલ સાઉથ કોરિયાએ કર્યા હતા. પહેલો ગોલ 14મી મિનિટે પેનલ્ટી કોર્નરથી થયો હતો જ્યારે 35મી મિનિટે કોરિયાએ પણ પેનલ્ટી કોર્નરથી ગોલ કર્યો હતો. 45મી મિનિટે સીઓન લીએ મેચનો પ્રથમ ફિલ્ડ ગોલ કર્યો, આ સાથે કોરિયાએ 3-0ની લીડ મેળવી લીધી, જે અંત સુધી અકબંધ રહી. ગયા વર્ષે કોરિયાને ચોથા સ્થાનથી સંતોષ માનવો પડ્યો હતો, જ્યારે 2021માં યોજાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં દક્ષિણ કોરિયા ઉપવિજેતા રહી હતી. લીગ તબક્કામાં, દક્ષિણ કોરિયા પાંચ મેચમાં માત્ર એક જ જીત નોંધાવવામાં સફળ રહ્યું હતું, જેના કારણે ટીમ સેમિફાઇનલ માટે ક્વોલિફાય કરવામાં નિષ્ફળ રહી હતી. બીજી તરફ થાઈલેન્ડ સમગ્ર ટૂર્નામેન્ટમાં એક પણ જીત નોંધાવવામાં નિષ્ફળ રહ્યું હતું.



સેમી ફાઇનલમાં ભારત

ભારત આ ટુર્નામેન્ટનું આયોજન કરી રહ્યું છે, જેણે લીગ તબક્કામાં તેની તમામ પાંચ મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. તે સિવાય ચીન, મલેશિયા અને જાપાને પણ સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. હવે પ્રથમ સેમીફાઈનલમાં ચીન અને મલેશિયા આમને-સામને આવશે જ્યારે બીજી સેમીફાઈનલમાં ભારતીય ટીમ બે વખતની ચેમ્પિયન ટીમ જાપાન સામે ટકરાશે. ભારતે લીગ સ્ટેજની મેચમાં જાપાનને 0-3થી હરાવ્યું હતું. જાપાનને હરાવીને ભારત સતત બીજી વખત ફાઇનલમાં પહોંચી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News