જન્મ-મરણ શાખાના પ્રશ્ન બાબતે રજૂઆત કરાઇઃ તબિયતમાં સુધારો થતાં ફરી મોડી સાંજે કમિશનર સમક્ષ રજૂઆત કરવા પહોંચ્યા કોંગ્રેસના કોર્પોરેટર
જામનગર ના કોંગ્રેસ ના કોર્પોરેટર પોતાના પ્રશ્ન ની રજૂઆત માટે મ્યુનિસિપલ કમિશનર સમક્ષ પહોંચ્યા હતા. પરંતુ કમિશનરે તેમને મુલાકાત આપી ન હતી. આ પછી તેમની તબિયત લથડતાં તેઓને હોસ્પિટલમાં લઈ જવા હતા , જો કે મોડી સાંજે તેઓ ફરી મહાનગરપાલિકાની કચેરી એ પહોંચ્યા હતા, અને કમિશનર સમક્ષ રૂબરૂ રજૂઆત કરી હતી.
જામનગરના વોર્ડ નંબર ચાર ના કોંગ્રેસ.ના કોર્પોરેટર રચનાબેન નંદાણીયા આજે બપોરે મહાનગરપાલિકામાં કચેરીમાં કમિશનર કાર્યાલય પહોંચ્યા હતા. અને કમિશનર ની મુલાકાત કરવા પ્રયાસ કર્યો હતો .પરંતુ તેમને અડધો કલાક ચેમ્બરની બહાર અન્ય ચેમ્બરમાં બેસાડી રાખવામાં આવ્યા હતા. આ પછી કમિશનર બહાર નીકળી ગયા હતા. પરંતુ કોર્પોરેટરને મુલાકાત આપી ન હતી. બીજી તરફ કોર્પોરેટર રચનાબેન નંદાણીયા એ જ્યાં સુધી કમિશનર મુલાકાત ના આપે ત્યાં સુધી ત્યાં જ બેસી રહેવા નો નિર્ણય કર્યો હતો. આ દરમિયાન તેમની તબિયત લગાડતા તાત્કાલિક તેઓને જીજી હોસ્પિટલ લઈ જવા હતા.જ્યાં તેઓ ની સારવાર કરવામાં આવી હતી.
આ પછી મોડી સાંજે તેઓ હોસ્પિટલ થી ફરી પાછા કમિશનર કાર્યાલય પહોંચ્યા હતા અને જ્યાં કમિશનર સમક્ષ પોતાના મત વિસ્તારમાં ત્રણ સીવીક સેન્ટર બનાવી આપવાની રજૂઆત કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech