જામનગર : નયારા એનેર્જીના સહયોગથી 500થી વધુ વિદ્યાર્થીઓએ સોફ્ટ સ્કિલ્સ તાલીમ મેળવી...

  • February 09, 2026 09:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સીએસઆર હેઠળના વિવિધ પ્રકલ્પોની સરાહના : મોટા માંઢામાં ગૌશાળાનું નવીનીકરણ : સિંહણ, મોટા લાખિયા અને વાડીનારમાં પશુધન સંવર્ધન અંગે કાર્યક્રમો યોજાયા

જામનગર, તા. 09 ફેબ્રુઆરી, 2026 : નયારા એનેર્જીના સહયોગથી જામનગર અને દ્વારકા જિલ્લામાં  રોજગાર કૌશલ્ય અંગેની સોફ્ટ સ્કિલ્સ તાલીમ પૂર્ણ કરનારા 500થી વધુ સ્થાનિક યુવાનોને અધિકારીગણની ઉપસ્થતિમાં પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સીએસઆર અંતર્ગત વિવિધ પ્રકલ્પો પણ યોજાયા હતા જેની સરાહના ગ્રામજનો દ્વારા કરાઈ હતી.

નયારા એનર્જીની  ઔદ્યોગિક સામાજિક જવાબદારીની પહેલ  અને  પ્રોજેક્ટ એક્સેલ હેઠળ વિવિધ શૈક્ષિણક અને રોજગારલક્ષી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત જામનગર, વાડીનાર  તથા ખંભાળિયાના યસ કેન્દ્રો, જામનગર ટેક્નિકલ કેન્દ્ર  તેમજ જામનગર અને દ્વારકા જિલ્લાની સરકારી કોલેજના વિદ્યાર્થીઓને  21મી સદીના સોફ્ટ સ્કિલ્સ પ્રોગ્રામ હેઠળ તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમ પૂર્ણ કરનારા 500થી વધુ વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ નાયબ જિલ્લા વિકાસ અધિકારી, જામનગર  અને ધ્રોલ આઇટીઆઇના અધિકારીગણની હાજરીમાં જામનગર શહેરમાં યોજાયો હતો. 

​​​​​​​

આ તાલીમ પૂર્ણ કરનારા વિધાર્થીઓએ સોફ્ટ સ્કિલ્સ ડેવલપ માટે નયારા એનેર્જી દ્વારા ચલાવવામાં આવતા પ્રોજેક્ટની સરાહના કરી હતી. અત્રે નોંધનીય છે કે આ પ્રોજેક્ટ હેઠળ તાલીમ પામેલા 326 વિધાર્થીઓને પ્લેસમેન્ટ તક પણ મળી છે.

નયારા એનેર્જી દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં પણ વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે જેમાં તાજેતરમાં પ્રોજેક્ટ ગ્રામ સમૃદ્ધિ અંતર્ગત પશુધનને સ્વચ્છ આશ્રય મળી રહે એ માટે મોટા માંઢા ગામમાં અવલ ગૌ સેવા સમિતિની સાથે ગૌશાળાનું નવીનીકરણ કરાયું હતું. જેનું ઉદ્ઘાટન સરપંચ, સમિતિના સભ્યો અને સમાજના અગ્રણીઓની હાજરીમાં કરાયું હતું.

પશુધન વિકાસમાં શ્રેષ્ઠ પ્રથાઓને પ્રોત્સાહન મળે એ માટે કાકાભાઈ સિંહણ અને મોટા લાખિયા ગામમાં વાછરડાની પ્રદર્શન રેલી યોજાઈ હતી. જેમાં 300થી વધુ ખેડૂતોએ ભાગ લઇ પશુધન સંવર્ધનમાં સહયોગ, માહિતીનું આદાન-પ્રદાન કર્યું હતું. ઉપરાંત વાડીનાર ગામમાં બકરીના પશુપાલન સાથે સંકળાયેલા હિસ્સેદારો માટે પણ માર્ગદર્શક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 100થી વધુ હિસ્સેદારો જોડાયા હતા...



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application