IPL ઓક્શનના બીજા દિવસે બોલરો પર થયો પૈસાનો વરસાદ,ભુવનેશ્વર કુમાર 10.75 કરોડમાં વેચાયો

  • November 25, 2024 05:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


IPL 2025 મેગા ઓક્શનના બીજા દિવસે ભુવનેશ્વર કુમાર સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. બેંગલુરુએ તેને 10.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ભુવનેશ્વર કુમાર માટે બેંગલુરુ અને લખનૌ વચ્ચે બિડિંગ જોવા મળી હતી. બીજા દિવસે ભારતીય ખેલાડીયોને સૌથી વધુ ખરીદવામાં આવ્યા હતા. દીપક ચહર મુંબઈ ઇન્ડિયન્સ, રૂ. 9.25 કરોડ, આકાશ દીપ લખનૌ સુપર જાયન્ટ્સ, રૂ. 8 કરોડ, મુકેશ કુમાર દિલ્હી કેપિટલ્સ, રૂ. 8 કરોડ તુષાર દેશપાંડે રાજસ્થાન રોયલ્સ, રૂ. 6.50 કરોડ બધાને જંગી બોલી લગાવીને ખરીદવામાં આવ્યા હતા. .ચેન્નાઈ તુષાર અને દીપક જેવા બોલરોને ખરીદી શક્યા નહી , જેઓ છેલ્લી કેટલીક સીઝનમાં તેમની કોર ટીમનો મહત્વનો ભાગ હતા. કેન વિલિયમસન, પૃથ્વી શો, શાર્દુલ ઠાકુર અને અજિંક્ય રહાણે જેવા મોટા ખેલાડીયો વેચાયા ન હતા.


ભુવનેશ્વર કુમાર મુંબઈ અને લખનૌ વચ્ચે બિડિંગ વોર ચાલી હતી .તેના માટે બિડિંગ 10 .૭૫કરોડ લાગી  હતી.દીપક ચહર પર 7 કરોડ 25 લાખની બોલી લગાવવામાં આવી હતી અને પછી ચેન્નઈ તેને 8 કરોડ પર લાવી હતી. ચેન્નઈએ તેને વધારીને 8 કરોડ 25 લાખ કરી હતી.. ચેન્નઈએ 9 કરોડની બોલી લગાવી હતી અને પછી મુંબઈ ઇન્ડિયન્સ તેને 9.25 કરોડમાં ખરીદ્યો અને  મુકેશ કુમાર 8 કરોડમાં દિલ્હી કેપિટલ્સમાં ગયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application