જામનગર જીલ્લા સહકારી બેંક દ્વારા વીજ-ગેસ વિગેરે બીલના પેમેન્ટ કરવાની આધુનિક સુવિધા

  • March 23, 2024 11:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જીલ્લા સહકારી બેક દ્વારા બીલ પેમેન્ટની સુવિધા બેકના ખાતેદારો માટે શ‚ કરવામા આવી છે. પ્રવતમાન સમયમાં આધુનીક ટેકનોલોજીની સગવડતાઓ બેંકના ગ્રાહકો - ખાતેદારોને મળે તે માટે બેંકના ચેરમેન જીતુભાઈ લાલ, વાઈસ ચેરમેન બળવંતસિંહ જાડેજા, મેનેજીંગ ડાયરેકટર ધરમશીભાઈ ચનીયારાના માર્ગદર્શન હેઠળ બેંકની ઈન્ફોમેશન એન્ડ ટેકનોલોજી ટીમ દ્વારા ભારત બીલ પેમેન્ટ સીસ્ટમ ઉભી કરવામા આવી છે.
આ સુવિધા હેઠળ બેકના ખાતેદારો વીજળી બીલ, ગેસ બીલ, મોબાઈલ ફોનના બીલ સહિત જુદા-જુદા પ્રકારના ૨૨ બીલના નાણા બેંકમાં ભરી શકશે.
જામનગર જીલ્લા સહકારી બેકની આ ભારત બીલ પેમેન્ટ સીસ્ટમનું લોન્ચીંગ બેકના ચેરમેન જીતુભાઈ લાલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે જીલ્લા સહકારી બેન્કના જી.એમ. અલ્પેશભાઈ મોલીયા, મેનેજર એડીમીસ્ટેશન નિકુલસિંહ જાડેજા, આઈ.ટી.વિભાગના હેડ મનીષભાઈ ડોબરીયા, રીકવરી ઓફીસર આનદભાઈ ડાગર ઉપસ્થિત રહેલ.
બેકના ખાતેદારોના આ સુવિધાનો લાભ તા.૦૧-૦૪-૨૦૨૪ થી નિયમીત રીતે મળતો થશે. પ્રારભે આ સેવા જીલ્લા સહકારી બેકની જામનગર સ્થિત મૃખ્ય શાખામાં શરૂ કરાશે અને ત્યારપછી આ સેવા જીલ્લા ભરની બેકની શાખાઓમાં તબકકાવાર શ‚ કરવામા આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application