ભાટીયામાં મેઘરાજા ઓળઘોળ: બે કલાકમાં અનરાધાર બે ઇંચ

  • July 18, 2024 12:55 PM 

આજે સવારે કાળાડીબાંગ વાદળો વચ્ચે વિજળીના કડાકા ભડાકા થયા અને ભાટીયા પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર વરસાદ વરસાવ્યો: મુખ્ય બજારોમાં બે ફૂટ પાણી ભરાતા વેપારીઓ પરેશાન


જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હજુ 3 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે ત્યારે આજે સવારે વિજળીના ભારે કડાકા ભડાકા વચ્ચે ભાટીયામાં માત્ર બે કલાકમાં ધોધમાર બે ઇંચ વરસાદ પડતા ગામની મુખ્ય બજારોમાં ર થી 3 ફૂટ પાણી ભરાયા હતા, એટલું જ નહીં આજુબાજુના ગામડામાં દોઢથી બે ઇંચ વરસાદ પડયાનું જાણવા મળે છે.


ભાટીયાથી અમારા પ્રતિનિધિ જણાવે છે કે આજે સવારે ઓચિંતા વાદળો ઘેરાતા જોતજોતામાં મેઘરાજાએ એન્ટ્રી મારી હતી અને ત્યારબાદ બે થી અઢી ઇંચ જેટલો વરસાદ પડ્યાનું બહાર આવ્યું છે, એકાએક વરસાદ પડતા કેટલાક લોકોએ વરસાદમાં ન્હાવાની મોજ પણ માણી હતી અને બજારોમાં બે થી ત્રણ ફૂટ જેટલા પાણી ભરાતા કેટલાક વેપારી અને લોકો પરેશાન થયા હતા, હજુ બે દિવસ પહેલા જ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી.


ભાટીયામાં આવેલું કેશરીયા તળાવ લોકો માટે એક ફરવાનું સ્થળ છે, ત્યાં પણ પાણીની આવક શ થઇ ચૂકી છે, ભાટીયાની આજુબાજુના પંથકમાં જોરદાર વરસાદ પડ્યો છે અને આ લખાય છે ત્યારે બપોરના 1 વાગ્યે કેટલાક ગામડાઓમાં વરસાદ શ થયો છે, ભાટીયામાં અવારનવાર બે થી ત્રણ ઇંચ વરસાદમાં મુખ્ય બજારોમાં પાણી ભરાઇ છે તેનો ઉકેલ લાવવા વેપારીઓએ માંગણી કરી છે.


મેઘરાજાએ આજે ઓચિંતી એન્ટ્રી લેતા ખેડૂતો ખુશ મિજાજમાં જોવા મળ્યા હતા, કલ્યાણપુર, રાવલ, ભાટીયા પંથકમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે, એટલું જ નહીં આ વિસ્તારમાં મગફળી અને કપાસનું વાવેતર સાં થયું છે, આ વર્ષે જામનગર શહેરમાં ભલે ઓછો વરસાદ હોય, પરંતુ ખંભાળીયા, દ્વારકા અને જામનગર જિલ્લામાં કેટલાક ગામડાઓમાં ભારે વરસાદ પડ્યો છે, ખંભાળીયામાં આજ સવાર સુધીમાં મોસમનો કુલ વરસાદ 31 ઇંચ થઇ ગયો છે ઘી અને સસોઇ ડેમમાં પાણીની આવક થઇ છે ત્યારે હવે ભાટીયાના કેશરીયા તળાવમાં પાણીની જોરદાર આવક શ થઇ ચૂકી છે.


આ લખાય છે ત્યારે ભાટીયા, રાવલ અને કલ્યાણપુર પંથકમાં ભારે વાદળો ઘેરાયા છે અને સાંજ સુધીમાં વધુ વરસાદ પડે તેવી પૂરી શક્યતા છે. બે થી અઢી ઇંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા, એટલું જ નહીં થોડો સમય વિજળી રાણી પણ ગુલ થઇ ગઇ હતી, જો કે વરસાદ પડ્યા બાદ ઠંડક થતાં લોકોમાં ખુશીનો માહોલ છવાયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application