દ્વારકા જિલ્લામાં બિનચેપી રોગોની તપાસ માટેની મેગા ડ્રાઈવ

  • February 19, 2025 10:57 AM 

તા. ૨૦ ફેબ્રુઆરી થી તા.૩૧ માર્ચ સુધી યોજાશે તપાસ


દેવભૂમિ દ્વારકા જિલ્લામાં  આરોગ્ય વિભાગ દ્વારા આગામી તા.૨૦ ફેબ્રુઆરી થી ૩૧ માર્ચ ૨૦૨૫ સુધી બિન ચેપી રોગોની તપાસ માટેની એક મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ છે. જે મેગા ડ્રાઈવમાં ૩૦ વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકો જિલ્લાની કોઈપણ આરોગ્ય સંસ્થાઓમાં બિન ચેપી રોગો  જેવા કે ડાયાબીટીસ,બ્લક પ્રેશર, મોઢાના કેન્સર, મહિલાઓ માટે બ્રેસ્ટ કેન્સર અને ગર્ભાશયના કેન્સરની પ્રાથમિક તપાસ યોગ્ય કર્મચારીઓ દ્વારા કરવામાં આવે છે.


આ મેગા ડ્રાઈવ અંતર્ગત બિન ચેપી  રોગોની પ્રાથમિક તપાસ બાદ જે શંકાસ્પદ દર્દીઓ જોવા મળશે તેઓને જિલ્લાની હોસ્પિટલ અને મેડીકલ કોલેજ ખાતે નિદાન અને સારવારની કામગીરી કરવામાં આવશે.


ઉપરાંત ૩૫ વર્ષથી વધુ ઉંમરના કોઈપણ નાગરિક નજીકના આયુષ્માન આરોગ્ય મંદિર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર કે જિલ્લા  હોસ્પિટલ ખાતે બિનચેપી રોગો જેવા કે ડાયાબીટીસ, બ્લડ પ્રેશર અને ત્રણ કેન્સર(મોઢાનું, સ્તન અને ગર્ભાશયના મુખ) ની પ્રાથમિક તપાસ આરોગ્ય કર્મચારીઓ પાસે કરાવી શકાશે. આ અભિયાન અંતર્ગત સંપૂર્ણપણે વિનામૂલ્યે સેવા પુરી પાડવામાં આવશે. જેનો મહતમ લાભ લેવા જિલ્લાના તમામ નાગરિકોને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા અપીલ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News