ભાવનગર એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન બાતમી મળેલ કે, શહેરના કુંભારવાડા,મોતીતળાવ જવાના રસ્તા પાસે એક શખ્સ શંકાસ્પદ પ્લાસ્ટીકની થેલીમાં શક પડતી ચીજવસ્તુ લઇને ઉભો છે.
જે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતાં શંકાસ્પદ લોખંડના અલગ-અલગ માપના પાનાઓ સાથે હાજર મળી આવતાં તેને આ લોખંડના પાનાઓ રાખવા અંગે પુછપરછ કરતાં કોઇ સંતોષકારક જવાબ આપેલ નહિ હોવાથી શક પડતી મિલકત તરીકે કબ્જે કરવામાં આવેલ.
આ માણસ પાસેથી મળી આવેલ લોખંડના પાનાઓ બાબતે વધુ પુછપરછ દરમિયાન આજથી એકાદ મહિના પહેલા સોસીયા,શીપ યાર્ડ પ્લોટ નબર-વી-ટુમાથી વી-ફોરમાં ગયેલ અને તેના માલ પાણીના ગોડાઉનના રૂમમાંથી ચોરી કરેલ હોવાનુ જણાવતા પ્રવીણ ઉર્ફે નનુ ભાયાભાઇ ચૌહાણ (ઉ.વ.૩૩ ધંધો.મજુરી રહે.મીઠી વિરડી રોડ,જસપરા તા.તળાજા જી.ભાવનગર)ને ઝડપી લઈ તેની પાસેથી લોખંડના અલગ-અલગ માપના પાનાં નગં-૩૦ સાડા ચાર કિલો કિ.રૂ.૩૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ઝડપાયેલા શખ્સ સામે અલંગ મરીન પોલીસના ફ.ગુ.ર.નં.૦૦૯૮/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ:-૩૩૧(૩),(૪), ૩૦૫(અ) મુજબનો ગુન્હો નોંધાયો હતો.
આ કામગીરીમાં પોલીસ ઇન્સ. એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના અરવિંદભાઇ બારૈયા, અશોકભાઇ ડાભી, તરૂણભાઇ નાંદવા તેમજ પ્રવિણભાઇ ગળસર સહિતના જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઆરબીઆઈ દ્વારા રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો
June 06, 2025 10:50 AMજામનગરમાં પાર્સલ ચોરીનો ભેદ ઉકેલાયો: બે શખ્સની ધરપકડ
June 06, 2025 10:46 AMજામનગરની જનતા માટે અગામી તા.૯ થી તા.૧૩ જુન સુધી સિવિલ ડીફેન્સ તાલીમનું નિઃશુલ્ક આયોજન
June 06, 2025 10:44 AMશહેરમાં બફારા વચ્ચે લોકો હેરાન-પરેશાન: તાપમાન ૩૬.૫ ડીગ્રી
June 06, 2025 10:42 AMટાટા હવે આઈફોન અને મેક્બુકની રખેવાળી કરશે
June 06, 2025 10:39 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech