ઓવરબ્રિજની કામગીરીને કારણે મ્યુ.કમિશ્નર ડી.એન.મોદીએ 50 દિવસ સુધીનું જાહેરનામુ બહાર પાડયું
જામનગર મહાનગરપાલિકા દ્વારા સાતરસ્તા સર્કલથી સુભાષ બ્રિજ માટેના ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે, ત્યારે સાત રસ્તા સર્કલ પાસે બ્રિજના ઓવરહેડ કામના સંદર્ભમાં વાહન વ્યવહાર માટે મ્યુનિ. કમિશનર દ્વારા આવતીકાલ તારીખ 5થી આગામી 25.4.2025 સુધી 50 દિવસ માટેનું વધુ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
જામનગર મહાનગરપાલિકાના મ્યુનિ.કમીશનર ડી.એન.મોદી દ્વારા ધ બી.પી.એમ.સી. એક્ટ 1949ની કલમ-236ની જોગવાઈ હેઠળ વધુ એક જાહેરનામું પ્રસિદ્ધ કરી જણાવાયું છે કે જામનગર મહાનગરપાલિકાની હદમાં સાતરસ્તાથી સુભાષ બ્રીજ સુધીના માર્ગ પર ફોર લેન એલીવેટેડ ફ્લાયઓવર બ્રીજ બનાવવાની કામગીરી અંતર્ગત જાડા બિલ્ડીંગથી સાત રસ્તા સર્કલને જોડતા કનેકટીંગ સ્લેબની કામગીરી અનુસંધાને સાત રસ્તા સર્કલથી ગૌરવપથ, સુમેર ક્લબ, જનતા ફાટક તથા ખંભાળિયા રોડ તરફનો રોડ સલામતીના ભાગરૂપે તેમજ અકસ્માત નિવારવાના હેતુથી તા.05 માર્ચથી તા.25 એપ્રિલ સુધીના સમયગાળા દરમ્યાન તમામ વાહન વ્યવહાર ડાયવર્ટ કરવા જાહેર નોટીસ બહાર પાડવામાં આવી છે, જેનો અમલ કરવાનો હુકમ ફરમાવાયો છે. જે કોઈ વ્યક્તિ આ હુકમનો ભંગ કરશે તેની સામે ધ બી.પી.એમ.સી. એક્ટ 1949ની કલમ-392 અનુસાર દંડની કાર્યવાહી કરવામાં આવશે.
ટુ વ્હીલર તથા તમામ પ્રકારના નાના વાહનો માટેની વૈકલ્પિક ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં (1) ખંભાળિયા રોડથી સાત રસ્તા થઇ ગૌરવપથ, સુમેર ક્લબ, જનતા ફાટક તથા ખંભાળિયા રોડ તરફ જવા માટે ડાયવર્ઝન રૂટ મુજબ વાલ્કેશ્વરી નગરી ડો. તકવાણી હોસ્પિટલ પાસેના ઓવરબ્રીજ નીચેથી શ્રીજી ફર્નીચર તરફથી સાત રસ્તા થઈ ગૌરવપથ, સુમેર ક્લબ, જનતા ફાટક તથા ખંભાળિયા રોડ તરફ જઈ શકાશે. જ્યારે (2) ગુરુદ્વારા જંકશન તરફથી સાત રસ્તા સર્કલ તરફનો માર્ગ ખુલ્લો રહેશે અને (3) વાલ્કેશ્વરીનગરી આદર્શ હોસ્પિટલ પાસેનો રસ્તો વાહન વ્યવહાર માટે બંધ રહેશે.
આ ઉપરાંત ભારે વાહનો માટેની વૈકલ્પિક ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા પણ ગોઠવાઈ છે. જેમાં (1) સાત રસ્તા સર્કલથી ગુરુદ્વારા જંકશન થઇ લાલ બંગલો સકલ થઇ ટાઉનહોલ થઇ તીનબત્તી સર્કલ થઇ કે.વી. રોડ પરથી સુભાષબ્રીજ પર જઈ શકાશે અને (2) સુભાષબ્રીજથી ત્રણ દરવાજા સર્કલ થઇ ટાઉનહોલ થઇ લાલબંગલા સર્કલ થઈ સાત રસ્તા સર્કલ જઈ શકાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationરાજ્યમાં ગરમીમાં આંશિક રાહત, રાજકોટ 41.7 ડિગ્રી સાથે સૌથી ગરમ
April 20, 2025 11:49 PMજમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટતાં ગુજરાતના પ્રવાસીઓ ફસાયા, રાજ્ય સરકારે તાત્કાલિક મદદ મોકલી
April 20, 2025 11:46 PMIPL 2025: મુંબઈએ ચેન્નાઈને 9 વિકેટથી હરાવ્યું, રોહિત-સૂર્યાની જોરદાર બેટિંગ
April 20, 2025 11:44 PMગૌતમ અદાણીની આ કંપની જબરદસ્ત વળતર આપી શકે છે, નફા અને આવકની દ્રષ્ટિએ સૌથી આગળ
April 20, 2025 06:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech