ફરજીયાત હેલ્મેટનો ગમે તે ઘડીએ થઇ શકે છે કડક અમલ

  • February 10, 2025 01:02 PM 

જામનગરવાસીઓ રહો તૈયાર: જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ રેલીને લીલીઝંડી આપી


જામનગર શહેરમાં ટુ વ્હીલર વાહન ચાલકો વાહન ચલાવતા સમયે હેલ્મેટ પહેરીને બાઈક ચલાવે તેની જાગૃતિ અર્થે આજે પોલીસ વિભાગ દ્વારા હેલ્મેટ જાગૃતિ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.


વાહન ચાલકો પોતાના વાહન ચલાવતી વખતે જો હેલ્મેટ પહેર્યો ન હોય અને અકસ્માત નડે, ત્યારે ક્યારેક જીવલેણ સાબિત થઇ શકે છે. આથી  લોકો  વાહન ચલાવતી વખતે જરૂર થી હેલ્મેટ પહેરે તે સંદેશો આપવાની જાગૃતિ અર્થે ગઇકાલે સાંજે લાખોટા તળાવ ગેઇટ નં. 1 ખાતે જામનગર પોલીસ વિભાગ દ્વારા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ ઉપરાંત નેવી, એરફોર્સ, આર્મી, આરટીઓ, ફાયર, વકિલો, ફોરેસ્ટ, ડોકટરો અને હોમગાર્ડના જવાનો હેલ્મેટ પહેરી ને બાઈક રેલી મા જોડાયા હતા. આ કાર્યક્રમમા જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ તથા એએસપી અક્ષેસ એન્જીનીયર, ડીવાયએસપી દેવધા, ડીવાયએસપી મીત વિગેરે હાજર રહયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application