કાલાવડ ટાઉન પોલીસે એક શખ્સને ચોરાઉ મોબાઇલ સાથે પકડી પાડયો હતો. આરોપી સામે અગાઉ ગાંધીગ્રામ, ગોંડલ અને જુનાગઢ ખાતે ગુના નોંધાયેલા છે.
કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે આઇપીસી ૩૭૯ મુજબનો ગુનો દાખલ થયેલ જેમા ફરીયાદીના પત્ની સાહેદનો રેડમી મોબાઇલ ફોન કિ. ૧૩૨૦૦ની ચોરી થયેલ હોય જે જે મોબાઇલ ચોરીનો આરોપી તથા મુદામાલ શોધવા એસપી પ્રેમસુખ ડેલુ તથા નાયબ પોલીસ અધિક્ષક ડી.પી. વાઘેલા દ્વારા ગુનો શોધી કાઢવા સુચના આપી હતી.
જે અન્વયે કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઇ વી.એસ. પટેલ તથા પીએસઆઇ જે.એસ. ગોવાણીના માર્ગદર્શન મુજબ સ્ટાફના હેડ કોન્સ જી.આર. જાડેજા, પો.કોન્સ દિવ્યરાજસિંહ જાડેજા દ્વારા મોબાઇલ ફોનની કોલ ડીટેલ્સ મેળવી એનાલીસીસ કરી તથા હ્યુમન સોર્સના આધારે મોબાઇલ ચોરીના આરોપી પરેશ રાજુ ગોસ્વામી (ઉ.વ.૩૧) રહે. ભગવતપરા, સરકારી દવાખાના પાસે, નદી વિસ્તાર, ગોંડલ, રાજકોટવાળાને પકડી પાડી ગુનો શોધી કાઢયો હતો.
***
લાલપુરમાં મોટરસાયકલની ચોરી
મુળ ખેડા જીલ્લાના વતની અને હાલ લાલપુર પંથકના જોગવડ ગામના રામદુતનગરમાં રહેતા દિલીપ ભીખાભાઇ સોઢાનું સાઇન મોટરસાયકલ નં. જીજે૭સીપી-૬૭૪૨ ગત તા. ૧૪ના રોજ રામદુતનગરના ઢાળીયા પાસે ગેઇટ નજીક પાર્કીંગમાં રાખ્યુ હતુ ત્યાથી કોઇ અજાણ્યો શખ્સ ચોરી કરીને લઇ ગયો છે. આ અંગે દિલીપભાઇએ મેઘપર પોલીસમાં અજાણ્યા શખ્સ સામે ફરીયાદ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઅઝરબૈજાન વિમાન ક્રેશ માટે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને માંગી માફી, 38 લોકોએ જીવ ગુમાવ્યા
December 28, 2024 11:00 PMઅઝરબૈજાન વિમાન ક્રેશ માટે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને માંગી માફી, 38 લોકોએ જીવ ગુમાવ્યા
December 28, 2024 11:00 PMજામનગરઃ આ વર્ષે ખેલ મહાકુંભમાં ગત વર્ષ કરતા વધુ રજીસ્ટ્રેશન થયા
December 28, 2024 06:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech