"ગૌધુલી મહાસંગ્રામ 2025"નું ભવ્ય આયોજન: લોકડાયરામાં લોકસાહિત્યકાર રાજભા ગઢવી, ભજનીક કિરણબેન ગજેરા, લોકસાહિત્યકાર રાજદાન ગઢવી અને ઉસ્તાદ સુરેશ પટેલ જેવા કલાકારો પરફોર્મ કરશે
જામનગરના વિભાપર ગામે જય વછરાજ ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા આવતીકાલેના રોજ ગૌધુલી મહાસંગ્રામ 2025નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગૌ સેવા અને લોક જાગૃતિ ફેલાવવાનો છે, જેમાં મહાપ્રસાદ અને લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગૌશાળામાં નિરાધાર, લુલી, લંગડી, અંધ-અપંગ, એકસીડન્ટ થયેલ 800થી વધુ ગાયોની સારવાર કરવામાં આવે છે. આ ગૌશાળાને જીવદયાના હેતુસર ધર્મપ્રેમી ભાઈ-બહેનોને તન-મન-ધનથી સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.કાર્યક્રમની શરૂઆત આવતીકાલે સવારે 5:00 વાગ્યે પંચકુંડી યજ્ઞથી થશે, ત્યારબાદ બપોરે 3:00 વાગ્યે મહારાસનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે 5:00 વાગ્યે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.
આવતીકાલે રાત્રે 9:00 વાગ્યે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. લોકડાયરામાં લોકસાહિત્યકાર રાજભા ગઢવી, ભજનીક કિરણબેન ગજેરા, લોકસાહિત્યકાર રાજદાન ગઢવી અને ઉસ્તાદ સુરેશ પટેલ જેવા કલાકારો પરફોર્મ કરશે.આ કાર્યક્રમમાં સંત મહંતશ્રી ઉમેશગીરી બાપુ, હરીપર (પ્યાવા) આશ્રમ અને સન્માનનીય મહેમાનો પૂનમબેન માડમ (સાંસદ સભ્ય, જામનગર), રાઘવજીભાઈ પટેલ (ગુજરાત રાજ્ય કૃષિ મંત્રી કેબિનેટ), આર. સી. ફળદુ (પૂર્વ કેબિનેટ મંત્રી), દિવ્યેશભાઈ અકબરી (79 ધારાસભ્ય, જામનગર), રમેશભાઈ મુંગરા (જામનગર જીલ્લા અધ્યશ), વિમલભાઈ કગથરા (જામનગર શહેર અધ્યક્ષ), ચંદ્રેશભાઈ પટેલ (પૂર્વ સાંસદ જામનગર), ધર્મેન્દ્રસીહ (હકુભા) જાડેજા (પૂર્વ મંત્રી ગુજરાત રાજ્ય), મનસુખભાઈ રાબડિયા (પ્રમુખ લેઉવા પટેલ સમાજ જામનગર), જીતુભાઈ લાલ (અખિલ ગુજરાત લોહાણા સમાજ પ્રમુખ), જૈન સાહેબ (સેન્ચ્યુરી કેમીકલ્સ મીઠાપુર), પી. બી. વસોયા (પૂર્વ જીલ્લા અધ્યશ) અને દિનેશભાઈ ડાંગરીયા (જીઆઈડીસી પ્લોટ એન્ડ શેક હોલ્ડર એસોસીયન પ્રમુખ) ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમમાં સેવાના સહયોગીઓ રાજુભાઈ રસોયા (માલધારી કેટરર્સ), શ્રીનાથજી લાઈટીંગ, પરેશભાઈ દોમડીયા (ઈલેક્ટ્રીક ફીટીંગ), ભગવતી જનરેટર હરભોલે મંડપ સર્વિસ, ચેતનભાઈ પટેલ (પુજા સાઉન્ડ), ભારત મીનરલ વોટર (અમીતભાઈ), ચિંતનભાઈ દોમડીયા (ઈલેક્ટ્રીક ફીટીંગ), છગનભાઈ પટેલ (ઈલેક્ટ્રીક ફીટીંગ), રસીકભાઈ પીપરીયા (ઈલેક્ટ્રીક ફીટીંગ), પ્રકાશભાઈ કાનાણી (ઈલેક્ટ્રીક ફીટીંગ) અને હર્ષભાઈ અજાણી (ઈલેક્ટ્રીક ફીટીંગ) છે. બેન્ડ પાર્ટી માટે યોમીનભાઈ દોમડીયા, પ્રશાંતભાઈ પાંભર, સાવનભાઈ ચોવટીયા અને જલપેશભાઈ સંઘાણીનો સંપર્ક કરી શકાય છે.
દાન આપવા માટે યુનિયન બેંક ઓફ ઈન્ડિયા, વિભાપર બ્રાન્ચ, જામનગરના એકાઉન્ટ નંબર 510101002852021 અને IFSC કોડ UBIN0915696 પર સંપર્ક કરી શકાય છે.આ કાર્યક્રમમાં આયોજકો દ્વારા સર્વે ધર્મપ્રેમી ભાઈ-બહેનોને ભાવભર્યું જહેર આમંત્રણ આપવામાં આવ્યુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationરાજ્યમાં ગરમીમાં આંશિક રાહત, રાજકોટ 41.7 ડિગ્રી સાથે સૌથી ગરમ
April 20, 2025 11:49 PMજમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટતાં ગુજરાતના પ્રવાસીઓ ફસાયા, રાજ્ય સરકારે તાત્કાલિક મદદ મોકલી
April 20, 2025 11:46 PMIPL 2025: મુંબઈએ ચેન્નાઈને 9 વિકેટથી હરાવ્યું, રોહિત-સૂર્યાની જોરદાર બેટિંગ
April 20, 2025 11:44 PMગૌતમ અદાણીની આ કંપની જબરદસ્ત વળતર આપી શકે છે, નફા અને આવકની દ્રષ્ટિએ સૌથી આગળ
April 20, 2025 06:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech