જામનગરમાં હર્ષિદા ગરબી મંડળ દ્વારા 26 હજાર બાળાઓનો મહાપ્રસાદ

  • October 21, 2024 11:49 AM 

જામનગરમા શ્રી હર્ષિદા માતાજી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી હર્ષિદા ગરબી મંડળ પરિવારે અનોખી પહેલ કરી છે. સંસ્થાએ જામનગર જિલ્લાની 750 ગરબી મંડળો સહીત 55 જેટલી શાળાઓની કુલ 26,000 થી વધુ દીકરીઓને મહાપ્રસાદનું ભોજન કરાવ્યું છે. આ ઉપરાંત, સંસ્થાએ 15,000 જેટલા જાહેર આમંત્રિતોને પણ ભોજન કરાવીને સેવાકીય કાર્ય કર્યું હતુ.


સંસ્થાના પ્રમુખ રાજુભાઈ જોષીએ જણાવ્યું હતું કે, ગઈકાલે રવિવારે શ્રીમાળી સોની સમાજની વાડી ખાતે આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સોની સમાજની વાડી ખાતે જામનગરના નાનીમોટી વિવિધ ગરબી મંડળોની દીકરીઓને અને વિવિધ શાળાઓની દીકરીઓ અને જાહેર આમંત્રિતોને પણ ભોજન કરાવવામાં આવ્યું હતું. આ સેવાકીય કાર્ય માટે સંસ્થાના તમામ સભ્યો અને સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી હતી.


શહેરમા ખંભાળિયા નાકા પાસે શ્રીમાળી સોની સમાજની વાડી ખાતે આ ભવ્ય ભોજન સમારંભનુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી હર્ષિદા ગરબી મંડળ પરિવાર દ્વારા આ પ્રકારનું સેવાકીય કાર્ય કરવામાં આવ્યું છે જે સમાજ માટે પ્રેરણાપ છે. સંસ્થાના આ ઉમદા કાર્યની શહેરીજનોએ પ્રશંસા કરી હતી.


જામનગરમાં શ્રી હર્ષિદા માતા ગરબી મંડળ દ્વારા વર્ષોથી ગરબી મંડળની બાળાઓને મહાપ્રસાદ આપવાની જે પરંપરા ચાલી રહી છે, તે ખરેખર સરાહનાને પાત્ર છે, ખાસ કરીને જે રીતે રાજુભાઇ જોશી સહિતની આખી ટીમ દ્વારા આયોજન કરવામાં આવે છે, અને હજારો બાળાઓનો મહાપ્રસાદ હોવા છતાં વ્યવસ્થામાં કોઇ ખામી રહેતી નથી, કોઇ કમી જણાતી નથી તેના પરથી એવું સ્પષ્ટ થાય છે કે સમગ્ર આયોજન માટે રાજુભાઇ જોશી, સંદિપભાઇ સહિતની ટીમ દ્વારા માઇક્રો પ્લાનીંગના આયોજન સાથે ખૂબ મહેનત કરવામાં આવે છે. વધુ એક વખત સફળ આયોજન કરવા બદલ શ્રી હર્ષિદા માતા ગરબી મંડળના આયોજકોની સરાહના થવી જોઇએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application