કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં લાલપુર ખાતે ''માં ઉપવન'' નું નિર્માણ કરાયું

  • June 29, 2024 06:25 PM 

કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં લાલપુર ખાતે ''માં ઉપવન'' નું નિર્માણ કરાયું

પર્યાવરણના જતન માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત ''એક પેડ માં કે નામ'' ઝુંબેશમાં સહભાગી થવા સૌ નાગરિકોને અપીલ કરાઈ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશવાસીઓને પર્યાવરણના જતન માટે ''એક પેડ માં કે નામ'' ઝુંબેશમાં ભાગ લેવા માટે અપીલ કરી છે. 

જે અન્વયે જામનગર જિલ્લાના લાલપુર ગામે પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ વિભાગના મંત્રીશ્રી મુળુભાઈ બેરાના વરદહસ્તે લાલપુર ખાતે "માં ઉપવન" નું નિર્માણ કરવામાં આવ્યું હતું. 

સામાજિક વનીકરણ વિભાગ, દેવભૂમિ દ્વારકા અને ગ્રામ પંચાયત, લાલપુર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં 400 જેટલા વડ, પીપળ, આંબા, કરંજ અને લીમડાના રોપાનું મહાનુભાવોના હસ્તે વાવેતર કરવામાં આવ્યું હતું. તેમજ કેબિનેટ મંત્રીશ્રીએ ઉપસ્થિત ગ્રામજનો સાથે સંવાદ સાધ્યો હતો અને તેમના પ્રશ્નો અંગે યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. 
​​​​​​​

આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રી પ્રવિણસિંહ જાડેજા, લાલપુર ગ્રામ પંચાયત સરપંચ શ્રી જયેશભાઈ તેરૈયા, રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રી મરિન નેશનલ પાર્ક પ્રતીક જોશી, અગ્રણીશ્રી રમેશભાઈ મૂંગરા, શ્રી દિલીપભાઈ ભોજાણી, વિવિધ પદાધિકારીગણ, લાલપુર તાલુકા પંચાયતના સભ્યો, આજુબાજુના ગામોમાંથી પધારેલા આગેવાનો, શાળાના બાળકો તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application