જામનગરમાં આજે જલારામ જયંતિ નિમિતે લોહાણા સમાજનું ભવ્ય નાતજમણ: આરતી

  • November 08, 2024 01:24 PM 

સૌપ્રથમ માસ્તાન જમણ બાદ ભૂદેવોને દક્ષીણા અપાઇ: જીતુલાલ, ધનરાજભાઇ નથવાણી સહિતના આગેવાનોએ આપી હાજરી


જામનગરમાં આજે સંત શીરોમણી પૂ.જલારામ બાપાની 225મી જન્મજયંતિ નિમિતે અહીંના એમ.પી.શાહ કોમર્સ કોલેજ ગ્રાઉન્ડ ખાતે લોહાણા સમાજનું ભવ્ય નાત જમણ યોજાયું હતું, આ પૂર્વે માસ્તાન જમણ, ભૂદેવોને દક્ષીણા અને આરતી સહિતના કાર્યક્રમો યોજાયા બાદ મોટી સંખ્યામાં લોહાણા સમાજના ભાઇઓ-બહેનોએ નાત જમણમાં ભાગ લીધો હતો, જીતુલાલ સહિતના આગેવાનો આરતી કરી હતી, જ્યારે આ ઉપરાંત રિલાયન્સના સિનીયર વાઇસ પ્રેસીડેન્ટ ધનરાજભાઇ નથવાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.


શ્રી જલારામ જયંતિ મહોત્સવ સમિતિના સ્થાપક સદસ્યો જીતુભાઈ લાલ સહિત રમેશભાઈ દતાણી, ભરતભાઈ મોદી, મનોજભાઈ અમલાણી, રાજુભાઈ કોટેચા, અનિલભાઈ ગોકાણી, અતુલભાઈ પોપટ, ભરતભાઈ કાનાબાર, નિલેશભાઈ ઠકરાર, રાજુભાઈ મારફતીયા, રાજુભાઈ હિંડોચા, મધુભાઈ પાબારી, મનીષભાઈ તન્નાના નેજા હેઠળ નવનિયુકત જલારામ જયંતિ મહોત્સવ સમિતિના સદસ્યો સૌરભ ડી. બદિયાણી, ધવલ સોનછાત્રા, નિલ મોદી, રાજુ કાનાબાર, હસિત પોપટ, વ્યોમેશ લાલ, ધૈર્ય મપારા, કૌશલ દતાણી, રાજદિપ મોદી, હિરેન રૂપારેલીયા, નિશિત રાયઠઠા, વિશાલ પોપટ, રવિ અઢીયા વિગેરે દ્વારા આરતી કરવામાં આવી હતી, આ પછી સારસ્વત બ્રહ્મસમાજ માટે માસ્તાન જમણનું આયોજન કરાયું હતું, આ તકે જીતુભાઇ લાલ સહિતના અગ્રણીઓ દ્વારા ભૂદેવોને દક્ષીણા વગેરે અર્પણ કરાયા હતાં અને આ પછી મોટી સંખ્યામાં ઉપસ્થિત લોહાણા સમાજના ભાઇઓ-બહેનોએ નાત જમણમાં ભાગ લીધો હતો, આજે સાંજે જલારામ મંદિર હાપા ખાતે મહાઆરતીનો કાર્યક્રમ યોજાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application