ખંભાળિયા તથા ભાણવડ તાલુકા અંગે યાદી

  • August 21, 2024 12:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હંગામી ધોરણે એમ્યુઝમેન્ટ રાઇડ્ઝ તથા ગેમીંગ ઝોનની પરવાનગી મેળવવી


ખંભાળિયા તથા ભાણવડ તાલુકામાં હંગામી ધોરણે એમ્યુઝમેન્ટ રાઇડ્ઝ તથા ગેમીંગ ઝોન (જેમાં લોકમેળો કે આનંદ મેળામાં ચલાવવામાં આવતી યાંત્રીક રાઇડ્ઝ, ઇલેક્ટ્રીક રાઇડ્ઝ સહિત તમામ) પરત્વે જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા તા. 23-07-2024 ના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લા માટે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. જેથી આવી રાઇડ્ઝના લાયસન્સ મેળવવા ઇચ્છતા તમામે આ નિયમો જોઇ અને જાણી લેવાના રહેશે. આ નિયમો ખંભાળિયામાં નાયબ કલેક્ટર અને સબ ડીવીઝનલ કચેરીએ તેમજ ભાણવડમાં મામલતદાર કચેરીએ તથા તમામ પોલીસ સ્ટેશન કચેરી ખાતે જોઇ શકાશે.


ખંભાળિયા તથા ભાણવડ તાલુકામાં આવા લાયસન્સ મેળવવા માટે કરવાની થતી અરજી નિયત નમુનામાં તમામ આધાર - પુરાવા સાથે ખંભાળિયામાં નાયબ કલેક્ટર અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ કચેરી ખાતે રાઇડના સંભવિત ઉપયોગના ઓછામાં ઓછા 15 દિવસ અગાઉ કરવાની રહેશે. આધાર - પુરાવા વગરની અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં અને કોઈપણ સંજોગોમાં માન્ય રાખવામાં આવશે નહીં તેમ ખંભાળિયાના નાયબ કલેક્ટર અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટની યાદીમાં જણાવાયું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application