જેતપુરના ભાદરના સામાકાંઠા વિસ્તારમાં રહેતા દારૂના ધંધાર્થી સાજીદ ઉર્ફે સાજલો નામના યુવાનની અજાણ્યા શખસોએ બોથડ પદાર્થના ઘા ફટકારી હત્યા નિપજાવી હતી. હત્યાના બનાવને લઇ જેતપુર પોલીસના સ્ટાફે તપાસ હાથ ધરી હત્યારાને ઝડપી લેવા શોધખોળ શરૂ કરી છે. યુવાનને રાત્રિના માથાકૂટ થયા બાદ તેના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. દારૂના ધંધાની હરીફાઈ સબબ આ હુમલો કરવામાં આવ્યો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. જોકે હત્યાનું સચોટ કારણ જાણવા અને હત્યારાને ઝડપી લેવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
હત્યાના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, જેતપુરના ભાદરના સામાકાંઠા વિસ્તારમાં રહેતા સાજીદ ઉર્ફે સાજલો હાજીભાઈ શેખ (ઉ.વ 25) નામના યુવાન પર અજાણ્યા શખસોએ હુમલો કરી તેને માથાનાભાગે બોથળ પદાર્થના ઘા ફટકારી દેતા ગંભીર ઈજા થવા સબબ યુવાનનું મોત થયું હતું. જેથી બનાવ હત્યામાં પડાયો હતો.હત્યાના આ બનાવવાને લઇ જેતપુર સીટી પોલીસ મથકના સ્ટાફે યુવાનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
હત્યાના બનાવ અંગે વધુમાં જાણવા મળતી વિગતો મુજબ,સાજીદ ઉર્ફે સાજલો અગાઉ દારૂના સંખ્યાબંધ ગુના નોંધાઈ ચૂક્યા છે. ચાર માસ પૂર્વે જ તે પાસામાંથી જેલમુકત થયો છે. આરોપીને રાત્રે અહીંના ગોંડલ દરવાજા વિસ્તારમાં યુવાનને કેટલાક શખસો સાથે માથાકૂટ થતાં તેમણે તેના પર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનનું મોત થયું હતું.ચર્ચાતી વિગતો મુજબ યુવાન પર રાત્રીના હુમલો થયા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. બાદમાં તે રાત્રે હોસ્પિટલમાંથી રજા લઈ ઘરે ચાલ્યો ગયો હતો. બાદમાં સવારના તેની તબિયત લથડતા તેનું મોત થયું હોવાનું માલુમ પડ્યું છે. બનાવને લઇ જેતપુર પોલીસે યુવાનની હત્યાનું કારણ જાણવા અને યુવાનની હત્યા નિપજાવનાર શખ્સોને શોધી કાઢવા તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMચોમાસા પહેલા જામનગરમાં જોખમી ઈમારતોનો સર્વે
May 19, 2025 06:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech