પંચાયતોની ચૂંટણીમાં શનિવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ: ૩૩ ફોર્મ ભરાયા

  • January 30, 2025 10:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



આગામી તારીખ ૧૬ ફેબ્રુઆરીના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાયની ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાજપ કોંગ્રેસ દ્રારા ઉમેદવારોની પસંદગીની દિશામાં કવાયત ચાલી રહી છે. તારીખ ૧ ફેબ્રુઆરીના ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે અને અત્યાર સુધીમાં માત્ર ૩૩ ફોર્મ ભરાયા છે. આમાં ભાજપ કે કોંગ્રેસના કોઈ ઉમેદવારોએ હજુ સુધી ફોર્મ ભર્યા નથી.
જુનાગઢ મહાનગરપાલિકા, ૬૬ નગરપાલિકાઓ, કઠલાલ કપડવજં અને ગાંધીનગર તાલુકા પંચાયતમાં સામાન્ય ચૂંટણી, બોટાદ અને વાંકાનેર નગરપાલિકાઓની મધ્ય સત્ર ચૂંટણી તથા મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોમાં ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણી તારીખ ૧૬ ફેબ્રુઆરીએ યોજવામાં આવશે. કુલ ૨૧૮૭ બેઠક માટે ચૂંટણી યોજવાની છે અને તેમાં ભાજપમાં ૮,૦૦૦ થી વધુએ ટિકિટ માગી હોવાથી ઉમેદવારોની પસંદગીનું કામ વિકટ બની ગયું છે.
ઉમેદવારોની પસંદગી માટે ભાજપ દ્રારા ગાંધીનગરમાં ગઈકાલથી મુખ્યમંત્રીના બંગલે પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક શ થઈ છે. પ્રથમ દિવસે જુનાગઢ મહાનગરપાલિકાના ઉમેદવારોના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી અને આજથી નગરપાલિકાઓ, તાલુકા પંચાયતો અને ત્રણ જિલ્લા પંચાયતના ઉમેદવારો તથા પેટા ચૂંટણીના ઉમેદવારો માટે પસંદગીની કવાયત કરવામાં આવશે. બેઠકની સંખ્યા કરતા ઉમેદવારોની સંખ્યા અનેકગણી વધુ હોવાથી ભાજપ માટે ઉમેદવારોની પસંદગી કપરી બની છે. જિલ્લા અને મહાનગરોના ભાજપના સંગઠન માળખાના પ્રમુખો સહિતની બાબતો હાસીયામા ધકેલી દઈને ભાજપે હવે ઉમેદવારોની પસંદગી બાબતમાં ધ્યાન કેન્દ્રિત કયુ છે. પરંતુ આ બાબત પણ કપરી હોવાથી ઉમેદવારોની પસંદગી બાદ બળવાની પરિસ્થિતિ ન સર્જાય તે માટે જે તે ઉમેદવારને મોબાઇલમાં મેસેજ મોકલીને જાણ કરવામાં આવશે અને મોટાભાગે અંતિમ ઘડીએ ફોર્મ ભરવાનું કહેવામાં આવશે.
આમ છતાં કયાંય અસંતોષ અને બળવા જોવા મળે તો તેને કંટ્રોલમાં લેવા માટે સિનિયર આગેવાનોને અત્યારથી જ ભાજપે તૈયાર રાખ્યા હોવાનું જાણવા મળે છે.
કોંગ્રેસે ઉમેદવારોની પસંદગી સ્થાનિક કક્ષાએ જ કરવાનો નિર્ણય લીધો છે.
જિલ્લા તાલુકા પંચાયતો અને મહાનગરો સહિતની ચૂંટણી હોવા છતાં કોંગ્રેસે પોતાનું વધુ ફોકસ ૬૬ નગરપાલિકા અને જૂનાગઢ મહાનગરપાલિકા પર કહ્યું છે અને આ માટે પૂર્વ ધારાસભ્યો સંગઠન માળખાના ટોચના હોદ્દેદારો, પૂર્વ સંસદ સભ્યો વગેરેને જે તે બેઠક પરની જવાબદારી સોપી દીધી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application