લાલપુરની ગજણા પ્રાથમિક શાળા વિવાદમાં સપડાઇ

  • July 01, 2024 10:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિદ્યાર્થીઓ વચ્ચેની બબાલે  ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું: ચાલુ શાળાએ વિદ્યાર્થીના વાલીએ માર મારિયાની રાવ, વિદ્યાર્થીની સુરક્ષા સામે અનેક સવાલ, શિક્ષકોના આખા આડા કાન


જામનગર જિલ્લાના લાલપુર તાલુકાની ગજણા પ્રાથમિક શાળા આવી વિવાદમાં જેમાં આજ શાળામાં ધોરણ ૮ મા અભ્યાસ કરતા મોહિત મનસુખભાઈ અને આયન સલીમભાઈ સુમરા વચ્ચે નજીવી બાબતે બોલાચાલી એ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા સલીમભાઈ ચાલુ શાળાએ મોહિત મનસુખભાઈ ને ઢોર માર  મારિયાની રાવ કરવામાં આવી છે  જેથી વિદ્યાર્થીઓની સુરક્ષા સામે અનેક સવાલ ઉઠવા પામ્યા છે જેને કારણે મોહિતના વાલી કાજલબેને લાલપુર પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી.


આ આરજીમાં જણાવાયું હતું કે મોહિત મનસુખભાઈ ગજણા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે તેની સાથે જ તેના ક્લાસમાં અભ્યાસ કરતા આયન સલીમભાઈ સુમરાને કોઈ નજીવી બાબતે બોલાચાલી થયેલ હતી જેનો ખાર રાખીને આયનના વાલી સલીમભાઈ સુમરા બીજા દિવસે ચાલુ શાળાએ જઈને મોહિત મનસુખભાઈને ઢોર માર્યો હતો હાજર શિક્ષકોએ માર મારતા વાલીને રોક્યા ન હતા અને વાલીએ કીધું કે મારા પુત્ર આયન ને કોઈપણ વિદ્યાર્થી મારશે તો હું આવી રીતે જ માર મારી એમને ધમકી આપી હતી એનાથી શિક્ષકોની હાજરીમાં શાળામાં આવીને દાદાગીરી કરી અને વિદ્યાર્થીઓને માર મારી જાય છે છતાં શિક્ષકો કોઈ કાર્યવાહી કરતા નથી અને ચાલુ શાળાએ મોબાઈલમાં વ્યસ્ત હોય છે જેથી વાલીઓ એ વાલી મિટિંગમાં અનેક વખત શિક્ષકોને ફોનમાં વ્યસ્ત ન રહેવા કીધું હતું છતાં આ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જેથી માથાભારે તોફાની અને ઝનુની સ્વભાવ સામે ધોરણો સર ના પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application